નર્મદામાં ડ્રોન તેમજ સીસીટીવી સર્વેલન્સ દ્વારા જિલ્લા વિસ્તારમાં દારૂ અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી પ્રોહીબીશન તથા જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ(સેલંબા)

ડ્રોન સર્વેલન્સ મદદથી ભદામ કેરાયું ફળિયામાં દેશી દારૂની ભઠ્ઠીનો કેસ કરવામાં આવ્યો

સુંદરપુરા ગામે તાળીનો કેસ કરી તમામ કુલ ત્રણ કેસોના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

નર્મદા પોલીસ વડા હિંમકરસિંહ ના માર્ગદર્શન અને સૂચના હેઠળ જ જિલ્લામાં પ્રોહિબિશનના ની પ્રવૃત્તિ કરતા ઈસમોને ડ્રોન દ્વારા વોચ રાખી કેસો કરવા જણાવતા એલસીબી નર્મદાના ડ્રોન સર્વેલન્સ મદદથી બદામ કેરાયું ફળિયું દેશી દારૂની ભઠ્ઠી નો કેસ કરવામાં આવ્યો છે. તેમજ નવાગામ (રામગઢ) ખાતે દેશી દારૂની ભઠ્ઠીનો કેસ કરવામાં આવ્યો છે. તેમ જ સુંદરપુરા ગામ તાડીનો કેસ કરી તમામ ત્રણને કેસોના આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તદુપરાંત કમાન્ડો કંટ્રોલરૂમ ખાતે સીસીટીવી સર્વેલન્સમાં ઓટોમેટીક નંબર પ્લેટ રીકોગ્નઇઝરેશન આધારે લોકડાઉનમાં વડિયા જકાતનાકા ખાતે એક ઈસમ વારંવાર બિનજરૂરી અવર જવર કરતો હોય જેને શોધી કાઢી જાહેરનામાના ભંગ બદલ કુલ 1 કેસ કરવામાં આવ્યો. તેમજ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષ ચાર રસ્તા તથા રાજેન્દ્રનગર સોસાયટી વિસ્તારના ખાનગી સીસીટીવી કેમેરા દ્વારા લોકડાઉન માં બિનજરૂરી બહાર ફરતા ઈસમો સામે જાહેરનામા ભંગ બદલ કુલ 2 કેસો પણ કરવામાં આવ્યા છે.
જિલ્લા લોકડાઉન અનુસંધાને જાહેરનામાના ભંગ બદલ તથા દારૂની બંધી નેસ્તા નાબૂદ કરવા ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરી આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here