નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના બુરી ગામમા રસ્તો કયારે બનસે ? 2016 થી માંઞણી ટલ્લે ચડી

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

બુરી ગામ ના છેલ્લા ફળીયા માં પગદંડી રસ્તા ને પહોળો કરવા કલેક્ટર સહિત મુખ્યમંત્રી સુધી રજુઆત છતા રસ્તો ના બનતા આદિવાસીઓ મા રોષ

કલેક્ટર ની જીલ્લા પંચાયત ના ઇજનેર ને 2016 મા રસ્તો બનાવવા ની તાકીદ છતાં પરિણામ શુન્ય !!

મરણ પ્રસંગ તેમજ બિમારી ના સમયે છેલ્લા ફળીયા ના લોકો ને ઉઠાવવી પડતી ભારે તકલીફો નિરાકરણ કયારે ??

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના ઉંડાણ ના જંગલ વિસ્તારમાં આવેલ ફુલસર ગામ પાસે ના બુરી ગામ મા રસ્તો બનાવવા ની 2016 થી ગ્રામજનો ની માંગ નર્મદા કલેક્ટર સહિત મુખ્યમંત્રી તેમજ પંચાયત ના અગ્ર સચિવ શે જાણ કરાઇ છતા આજદીન સુધી રસ્તો ન બનતા આદિવાસી સમાજ ના લોકો મા તંત્ર ની ઉદાસીન નિતિ સામે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકા ના બુરી ગામ ખાતે ના પશ્રિમ દિશા માં આવેલ છેલ્લા ફળીયા મા વર્ષો થી અવરજવર કરવા નો પગદંડી રસ્તો હોય ગામ ના લોકો ને ભારે હાલાકી ભોગવવા મજબૂર બનવુ પડે છે, ખાસ કરીને વાહનો ની અવરજવર થતી નથી જેથી કોઈ બિમારી મા સપડાયા હોય તો દવાખાનામાં સારવાર માટે લઇ જવાતો ભારે હાલાકી ભોગવવી પડે છે, ગામ ન્ લોકો 2016 ની સાલ થી આ રસતો બને તેની માગણીઓ કરી રહ્યા છે.

નર્મદા જીલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી તેમજ સચિવ કક્ષા ની રજુઆતો છતાં કોઈ નિરાકરણ આવતુ નથી, નર્મદા જીલ્લા કલેક્ટરે આ પશ્ર નો હલ લાવવા માટે જીલ્લા પંચાયત નર્મદા ના પંચાયત હસ્તક ના કાર્યપાલક ઇજનેર ને જરુરી કાર્યવાહી કરવા 2016 ના વર્ષમાં જ લેખિત જાણ કરી છતાં આજદીન સુધી રસ્તો બન્યો નથી !!

નર્મદા જીલ્લો કેન્દ્ર સરકાર દ્વારા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત જાહેર કરેલ છે કરોડો રૂપિયા ની સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો પછી ઉંડાણ ના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ને મુળભુત સુવિધાઓ થી વંચિત કેમ રખાઇ રહયા છે ? શુ નર્મદા જીલ્લા કલેક્ટર આ બાબતે ગામ લોકો ના પશ્ર નો નિરાકરણ લાવસે ??

રસ્તા નુ કામ નહીં તો ચુંટણી ઓની બહિષ્કાર

દેડિયાપાડા તાલુકા ના બુરી ગામ ના લોકો વર્ષ 2016 પોતાના ગામ મા રસ્તો બનાવવા ની માંગ કરી રહ્યા છે ત્યારે આ ગામ ના વસાવા દેવજીભાઇ દેવાલીયા ભાઈ એ જણાવ્યું હતું કે અમોએ કલેક્ટર થી માંડી મુખ્યમંત્રી તેમજ સચિવ કક્ષા એ રસ્તો બનાવવા ની લેખિત રજુઆતો કરી છે પરંતુ રસ્તો ન બનતા અમારે પારાવાર મુશીબત ઉઠાવવી પડે છે, જો આ રસ્તો ટુંક સમયમાં નહીં બનાવવા મા આવે તો આગામી ચુંટણી ઓની અમો બહિષ્કાર કરીસુ ની ચીમકી પણ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here