ભારતી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જીલ્લાના વિધાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી તેમજ આસ પાસ ની 6 જેટલી શાળાઓમાં 450 જેટલા વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયા

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ધીરખાડી સહિત ના ગામો માં આવેલ 6 જેટલી શાળાઓમાં આશરે 450 થી વધુ વિદ્યાર્થીઓને ભારતી ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમ થકી ભારતી ફાઉન્ડેશનના આગેવાનોએ દરેક શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને સ્વેટર આપી ધ્યાન થિ શિક્ષણ મેળવવા અને જીવન માં પ્રગતિ ના પથ પર આગળ ધપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સ્વેટર વિતરણ પ્રસંગે ભારતી ફાઉન્ડેશનના દિનેશભાઈ/હરપાલભાઇ/શાંતિલાલ નિકુલભાઇ / મનહરભાઈ તેમજ અજીતભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 6 જેટલી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતુ જેથી કરીને વિદ્યાર્થીને યોગ્ય પ્રોત્સાહન મળી રહે , શારીરિક સ્વાસ્થ્ય જાળવી તેઓ જીવનમાં પ્રગતિના પથ પર આગળ વધી શકે તે ઉદ્દેશ્ય સાથે આ સ્વેટર વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થયું છે. ત્યારે સરકાર તરફથી મળતી સહાય દ્વારા જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થવા અનેક સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી લોકો તરફથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત ભારતી ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તાર કે જ્યા પરિવહન ન પહોંચી શકે તેવા વિસ્તારમાં પહોંચી શિક્ષણને આગળ વધારવા અને સહાયરૂપ થવા માટે પ્રયાસ કરવામાં આવ્યું હતુ ,આ અગાઉ પણ ભારતીય ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં અનેક સરાહનીય કાર્ય કરવામાં આવ્યા છે જેવા કે જીવ દયા, અન્નદાન સેવા, શૈક્ષણિક સહાય, આધ્યાત્મિક સેવા કેમ્પ, વૃક્ષારોપણ અનાથ આશ્રમ, અને વૃદ્ધાશ્રમ વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં પ્રયાસ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here