લધુમતીઓના કલ્યાણ માટે કામ કરતા અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમ ગાંધીનગરની લાપરવાહી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

લોન માટે અરજદારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ કામગીરી શુન્ય

જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી નર્મદા ને મળેલ અરજીઓ અધુરી માહિતી વાળી પુર્તતા માટે અરજદારો ને જાણ

અરજી ઓ મંજૂર કરવી કે નહીં ના સમાજ કલ્યાણ અધિકારી ના પત્ર નો જવાબ પણ આપવા નો સમય અલ્પ સંખ્યક નાણાં વિકાસ નિગમ પાસે નહીં !!!

સમગ્ર રાજ્યમાં લધુમતી સમાજ નો વિકાસ થાય ધંધો રોજગાર કરી લધુમતી વર્ગ પગભર બને એ આશય થી ગુજરાત સરકારે અલ્પ સંખ્યક નાણાં વિકાસ નિગમ લિમીટેડ ગાંધીનગર ની શરૂઆત કરેલ છે. નિગમ દ્વારા જરુરીયાત મંદ લોકો ને ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે છે .

ગત તારીખ 21/12/2020 ના રોજ નિગમ દ્વારા ધંધા રોજગાર માટે લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, લોન માટે ની અરજીઓ ઓનલાઇન કરવાની અને દરેક જીલ્લા ના સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ને અરજીઓ સ્વિકારવા જણાવ્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લા ના લાભાર્થી અરજદારો એ નર્મદા જીલ્લા મા સમાજ કલ્યાણ અધિકારી ને ઓનલાઈન અરજીઓ કરી હતી. આ ઑનલાઇન અરજીઓ મા અરજદારો એ યોગ્ય પુર્તતા કરેલ ન હોય ને અરજદારો ને ઑનલાઇન જ સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી નર્મદા એ યોગ્ય પુર્તતા કરવાં માટે જણાવ્યું હતું.

નર્મદા જીલ્લા મા લધુમતી સમાજ મા અક્ષર જ્ઞાન ઓછો હોયને અરજદારો ઑનલાઇન પુર્તતા કરી શકતા નથી, જેથી જે અરજી ઓની પુર્તતા થયેલ નથી તા અરજી ઓ ની આગળ શુ કાર્યવાહી કરવાની ની પત્ર સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ નર્મદા ઓએ 10 મી મે 2021 ના રોજ નિગમ ને લખેલા છે જેનો જવાબ આજદીન સુધી આપવામાં આવેલ નથી. આવુ કેમ ?? નર્મદા જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ની કચેરી મા અરજદારો ધક્કા ખાય છે તેમને શુ જવાબ આપવો તેની દ્વિધા મા અધિકારીઓ પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here