નર્મદા જીલ્લાના ઝરવાણીથી માથાસર કણજીને જોડતા રસ્તાનુ સાંસદ મનસુખભાઈ સહિત ગીતાબેન રાઠવાએ ખાતમુહૂર્ત કર્યુ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આઝાદી પછી જંગલ ના ઉડાણ ના ગામો માટે રુપિયા 29.77 લાખની રકમ ફાળવવામાં આવી

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી દેડિયાપાડા તરફ જવાનો ટુંકો માર્ગ બનસે – જંગલ વિસ્તાર ના આદિવાસીઓમાં આનંદ

નર્મદા જીલ્લા ના ઉંડાણમાં આવેલ આદિવાસી વસ્તી ધરાવતા ગામડા ઓ આઝાદી મળ્યા ને સાત સાત દાયકાઓ વીતી ગયા છતાં આજે પણ મુળભુત સુવિધાઓ જરુરીયાતો થી આજે પણ દુર છે તયારે સરકાર છેવાડાના માનવી ઓ સુધી વિકાસ પહોચાડવાની નેમ રાખતી હોય ને નર્મદા જીલ્લા ના ઝરવાણી થી માથાસર કણજી ગામ ને જોડતો અને દેડિયાપાડા તરફ નીકળતા નવીન માર્ગ નુ આજરોજ ભરુચ સાંસદ મનસુખભાઈ વસાવા , છોટાઉદેપુર ના સાંસદ ગીતા બેન રાઠવા , નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ના મહાનુભાવો એ ખાતમુહૂર્ત કર્યુ હતુ જે પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ પ્રયુષાબેન વસાવા, માજી વન મંત્રી શબ્દશરણ તડવી ,
સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન.ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી ,ગરુડેશ્વર તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી , જય પ્રકાશ તડવી , પદમ બાબુ તડવી , ઝરવાણી સરપંચ સોમાભાઈ વસાવા માથાસર સસહિતના સોમાભાઈ વસાવા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રુપિયા 29.77 કરોડ ના ખર્ચે 10 કિ. મી. સુધી બનનાર આ રસ્તો સ્ટેચયુ ઓફ યુનિટી તરફથી દેડિયાપાડા તરફ જવાનો ટુંકો માર્ગ બનસે જેથી સમય ની અને ઇંધણ ની બચત થસે. આ રસ્તો બનવાથી વર્ષો થી પાટલી, માથાસર સહિત કણજી વાંદરી ગામો ને લોકો ની અવરજવર મા વધારો થસે તેઑ ને રોજગારી મેળવવા મા પણ ખુબજ અનુકુળતા રહેસે નો આશાવાદ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા એ વ્યકત કર્યો હતો , અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર છેવાડાના માનવી ઓ સુધી વિકાસ પહોચાડવાની દિશા માં હંમેશા જ કામગીરી કરતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here