રાજપીપળા કરજણ નદીના પુલ ઉપર જીવના જોખમે સ્ટંટબાજી કરતા યુવકો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગંભીર દુર્ઘટના સર્જાય એ પહેલા તકેદારીના પગલા જરૂરી

યુવકોમાં આજકાલ સ્ટંટબાજી કરવાનો ક્રેઝ વિપુલ પ્રમાણ માં વધી રહ્યો છે, આ સ્ટંટ lબાજી કેટલીક વાર યુવાઓની જાન પણ જોખમમાં મૂકતી હોય છે, અને ઘણા યુવકો તો સ્ટંટ બાજી કરવામાં મોતને પણ ભેટ્યા છે ત્યારે રાજપીપળા રામગઢને જોડતા કરજણ નદી ઉપરના પુલ ઉપર કેટલાક યુવકો જીવના જોખમે સ્ટંટબાજી કરતા નજરે પડ્યા હતા.

રાજપીપળા થી રામગઢ તરફ જવાના માર્ગે કરજણ નદી ઉપર આવેલા પુલ ઉપર વહેલી સવારે પુલ ની પાળી ઉપર કેટલાક યુવકો બેસી ઉભા રહી ને જીવના જોખમે સ્ટંટબાજી કરી રહ્યા છે, એક થોડીક લાપરવાહી કે હવા નું દબાણ આ યુવકોના જીવ માટે ખતરનાક અને જીવલેણ નીવડી શકે છે, ત્યારે રાજપીપળા કરજણ નદી ઉપર રામગઢને જોડતા પુલ ઉપર પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે ત્યારે આ પોલીસ બંદોબસ્તના ધજાગરા પણ ઉડતા આવી તસવીરો થી સ્પષ્ટ પણે જોઈ શકાય છે, સ્ટંટબાજી કરતા આવા યુવકો ઉપર લગામ લગાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. જો કોઈક વાર આવી સ્ટંટબાજી માં કોઈનું અકસ્માત સર્જાયો અને કોઈ ગંભીર દુર્ઘટના ઘટી તો તંત્ર ઉપર જ માછલા ધોવાસે અને નાલેસી ચોપડવામાં આવે તો નવાઈ નહીં, કોઈ દુર્ઘટના ના ઘટે જેથી તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલા ભરાય એ આજના સમયની તાંતી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here