નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની ખાતેના એસ.આર.પી. કેમ્પમા સ્લેબ ઉપરથી પડી જતા SRP જવાનનુ મોત

કેવડીયા કોલોની(નર્મદા)
આશિક પઠાણ

પશ્રિમ બંગાળના જ જવાનને અચાનક ચક્કર આવતા નીચે પડી જતા મોતને ભેટ્યો

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતેના એસ આર પી. કેમ્પ ખાતે SRP જવાનની નોકરી કરતા અને રાજીવ વન ખાતે રહેતા મુળ પશ્રિમ બંગાળ ના જવા ને સ્લેબ પરથી પટકાતા ચક્કર આવતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર સુકુમાર મંડલ હાલ રહે. રાજીવ વન કેવડીયા કોલોની મુળ રહે. જીલ્લો. માલદા, પશ્રિમ બંગાળ નાઓ નો SRP જવાન તરીકે ની ફરજ બજાવતા કેમ્પમા બાંધકામ ચાલતુ હોય ને દેખરેખ રાખી રહયો હતો જે ગતરોજ રાત્રિના અઢી વાગ્યા ના સુમારે સ્લેબ ઉપર બેસેલ તે વખતે તેને અચાનક ચક્કર અને ધ્રુજારી આવતા નીચે પડી જતા તેને શરીરમાં ગંભીર ઇજા પહોચતા સારવાર માટે ગરુડૈશવર ખાતેના સરકારી દવાખાનામા લાવવામા આવેલ જયા તેનુ મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતુ.

કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં મૃતક જવાન ના દિકરા એ અકસ્માત મોત ની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here