ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના ડુંગરી ગામે કૃષિ સુધારક બીલ 2020 અંતર્ગત ભાજપાનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ,
આશિક પઠાણ(નર્મદા)

કૃષિ સુધારક બીલ ખેડુતોના હિતમા સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાની દિશામાં ઐતિહાસિક કદમ :- સાંસદ મનસુખ વસાવા

રાજ્યમા આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણીઓ આવી રહી છે, ઉપરાંત આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર હોય સરકારે ખેડુતોને પોતાના પડખે કરવા સંસદમાં પસાર થયેલા કૃષિ સુધારક બીલ 2020 થી મળનાર લાભની વાતો ખેડુતો સુધી પહોચાડવા નેતા ઓને જવાબદારી સોંપાઇ છે ત્યારે ભરૂચ ને સાંસદ મનસુખભાઈ વસાવા એ વાલિયા તાલુકા ના ડુંગરી ગામ ખાતે ખેડુતો સાથે પરામર્શ કર્યુ હતુ જેમા નવા કૃષિ બીલ ની સમજ આપી તેને ઐતિહાસિક ગણાવ્યું હતું.

વાલીયા તાલુકાના ડુંગરી ગામ મુકામે સવારે ૧૧:૦૦ કલાકે કૃષિ સુધારા બિલ-૨૦૨૦ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વાલીયા તાલુકાના સીલુડી ગામ, મેરા ગામ, કરા ગામ તથા ગાંધુ ગામના સ્થાનિક ખેડૂતો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન ભરુચ ના સાંસદ મનસુખભાઈ વસાવા એ કેન્દ્ર સરકારે ખેડૂતોના હિત માટે અને તેમની આવક બમણી કરવા માટે કૃષિ સુધારા બિલ ૨૦૨૦ પસાર કર્યું હોવાનું જણાવ્યું હતું. નવ કૃષિ બીલ ની વિસ્તૃત માહિતી આતથપાઈ હતી , સાથે સાથે ખેડૂતોને ગુજરાત સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના, આદિજાતિ વિભાગની દુધાળા પશુઓની યોજના, સિંચાઇની સુવિધા સહિતની ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિકાસલક્ષી યોજના વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

ખેડુતો સાથે ના સંવાદમા ખેડુતો એ પોતાની વેદના પણ વ્યકત કરીસાંસદ ને જણાવ્યું હતું કે
ડુંગરી ગામે આવેલી એપ્કોટેક્ષ (અપાર કંપની) માં સ્થાનિક શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી. કંપની દ્વારા કોઈ વિકાસના કામો થતાં નથી તથા કંપની દ્વારા તેમનું કેમિકલવાળું ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવતુ હોય ને ખૂબ જ પ્રદૂષણ થાય છે, તેનુ નિરાકરણ ઝડપથી લાવવા ખેડૂતોઓએ જણાવ્યું હતું.

ખેડૂતો ના પશ્રો અંગે સાંસદ મનસુખભાઈ વસાવા એ તેઓને હૈયા ધરપત આપી આ સમસ્યાઓનો નિકાલ લાવવા ની ખાત્રી આપી હતી, આ કાર્યક્રમ માં વાલીયા તાલુકા ભાજપ પ્રમુખ સેવન્તુભાઈ વસાવા, મહામંત્રી ઘરમસિંહભાઇ વસાવા તથા પ્રતિકભાઈ, વાલીયા તાલુકા પંચાયત સભ્ય શિવરામભાઈ વસાવા તથા વિવિધ ગામના સરપંચો મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here