શહેરા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં માનવભક્ષી કોરોના વાયરસ વિશે પોલીસકર્મીઓ ચલાવી રહ્યા છે જન જાગૃતિ અભિયાન….

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

ચીનનાં વુહાન શહેરમાંથી જન્મ લઇ આજે સમગ્ર વિશ્વનાં ૧૮૪ થી વધુ દેશોમાં પોતાનો કહેર ઠાલવનાર કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે,જ્યારે ઇટલી ફ્રાંસ સહિત આરોગ્ય બાબતે અગ્રેસર રેહનારા જગત જમાદાર એવા અમેરિકામાં પણ કોરોનાનાં પ્રકોપે નગ્ન તાંડવ મચાવ્યું છે. આજે દુનિયાનાં મોટાભાગના દેશો પાસે કોરોના સામે રક્ષણ મેળવવાનો એક માત્ર ઉપાય લોકડાઉન જ છે. આપણા સદભાગ્યે ભારત સરકારે સમય સુચકતા દાખવી લોકડાઉન જાહેર કરી દીધું હતું જેના કારણે આજે વિશ્વના બીજા અન્ય દેશો કરતા ભારતમાં કોરોનાનાં સંક્રમણનું પ્રમાણ ઓછું છે તેમછતાં રોજે રોજ આથમતા સુરજની સાથે આપણા દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થતો જાય છે જેનું મુખ્ય કારણ આપણે આપણી જવાબદારીથી વિપરીત કાર્ય કરતા હોવાનું કહી શકાય…!! કેટલાય લોકો પોતાની અક્કલનું પ્રદર્શન કરતા હોય એમ આજે પણ કામ વગર બહાર રખડતા રહે છે. અને પરસ્પર એક બીજાથી દુર રેહવાના બદલે આ માનવભક્ષી વાયરસની આપ લે કરવાની હોય એમ પોતાનું શરીર ધરતા હોય છે એટલે કે એક માનવીથી બીજા માનવીની દુરી રાખવાની જગ્યાએ નાજદીકી રાખતા હોય છે. આજે સમસ્ત ભારતભરમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને સ્થાનિક પોલીસ પ્રશાસન પોતાની ખાખી વર્દીનો હક્ક અદા કરતા હોય એમ ખડે પગે ઉભા રહી માનાવહિતનાં કામો કરતા રહે છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોહચી કોરોના વાયરસ વિશે લોકોને જાગૃત કરતા રહે છે જેનું એક સરાહનીય ઉદાહરણ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં જોવા મળ્યું હતું .

પંચમહાલ જીલ્લાના શહેરા નગર સહિત તાલુકાના અનેક ગામોમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે હાલ ચાલી રહેલ લોકડાઉનમાં શહેરા પોલીસકર્મીઓ દિવસ અને રાત્રી દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે સાથે તાલુકાના વાઘજીપુર ગામ ખાતે હેડ કોસ્ટેબલ હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફ વિવિધ વિસ્તારમાં જઇને કોરોનાના લક્ષણો વિશે જનજાગૃતિ સંદેશો પહોંચાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here