નર્મદા જિલ્લામા બેંકોના વિલિનીકરણ સામે આજરોજ ગુજરાત સરપંચ પરિષદે પણ વિરોધ દર્શાવ્યો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

તિલકવાડા તાલુકાના સાવલી ગામની 35 વર્ષથી ચાલતી બેંક ઓફ બરોડાની શાખા બંધ કરવામાં ન આવે એ માટે કલેક્ટરને આવેદનપત્ર

સરકાર દ્વારા બેંકોના વિલિનીકરણ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા તેના નર્મદા જીલ્લા જેવા આદિવાસી વસતી ધરાવતા વિસ્તારમાં બેંક બંધ થવાથી ઉદભવનાર સમસ્યાઓ અંગે લોકોમા નારાજગી જોવા મળી રહી છે, ગતરોજ કોગ્રેસ સમિતિ એ દેડિયાપાડા પ્રાનત અધિકારી ને આવેદનપત્ર આપ્યુ હતુ અને મોસકુટ ગામ ખાતેથી બેંકની શાખા બંધ કરવામાં ન આવે એવી માંગણી કરી હતી ત્યારે આજરોજ ગુજરાત સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરાલય ખાતે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી, અલ્કેશભાઇ રાઈ.ભઈલાલભાઈ રાકેશભાઈ. તેમજ દરેક સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડાના બેંકના ખાતા ગ્રાહકો એ બેંકની શાખા બાબતે નમ્ર વિનંતી કરતા આવેદનપત્ર મા જણાવેલ કે અમો સાવલી ગામની નજીકમાં આવેલ ૨૫ જેટલા ગામોના રહેવાસીઓ છીએ અમારા બેંક ખાતા ગ્રાહકોના ખાતાઓ મોજે સાવલી તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં આવેલ છે જે બેંક છેલ્લાં 35 વર્ષથી સાવલી મુકામે કાર્યરત છે.

હાલના સમયમાં બેંક રોજ બરોજના જીવનનું અભિન્ન અંગ બની ગયેલ છે હાલ સરકાર શ્રી દ્વારા અમલમાં તમામ યોજનાઓની નાણાંની લેવડદેવડ બેંક દ્વારા કરવામાં આવે છે તથા નાગરિકોને મળતી તમામ સહાય બેંક ખાતા મારફતે આપવામાં આવે છે તથા અન્ય બીજી નાણાકીય કામગીરી માટે પણ બેંક હાલ ખૂબ ઉપયોગી માધ્યમ છે.
સાવલી મુકામે બેંક ઓફ બરોડાની શાખા માં 25 થી 30 ગામોના લોકોના ખાતાઓ આવેલ છે.હાલ શાખામાં 13.000 ખાતા આવેલ છે બેન્ક નો વાર્ષિક લેવડ-દેવડનો હિસાબ ૨૫ કરોડનો છે બેંકમાં આજુબાજુના ગામડાઓ ના લોકોની 4 થી 5 કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટો આવેલી છે તથા 700 લોન ગ્રાહકો છે.
ઉપરોક્ત શાખામાં આવેલ મુખ્યત્વે ખાતાઓમાં આદિવાસી સમાજના વૃદ્ધ પેન્શન ગ્રાહકો વિધવા પેન્શન ગ્રાહકો તથા શાળાના બાળકોની શિષ્યવૃતિ જમા કરવા માટે ના ખાતાઓ તેમજ ખેડૂતો તથા મનરેગાના મજુર લાભાર્થીઓના છે અને આજુબાજુ ગામોમાં નોકરી કરતાં સરકારી કર્મચારીઓના ખાતાઓ પણ બેંક ઓફ બરોડા સાવલી શાખા માં આવેલા છે.
સાવલી ખાતે ની બેંક શાખા મા તિલકવાડા તાલુકા વિસ્તારમાં ૮૦ થી ૯૦ ટકા આદિવાસી વસતી હોય જેમાંથી મોટાભાગની અભણ આદિવાસી વસ્તી હોય અને જો બેંક ઓફ બરોડાની શાખા સાવલી મુકામે બંધ કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં નુકસાન જાય એમ છે તથા બેંક સેવા માટે 10થી 15 કિલોમીટર દૂર જવું પડે તેમ છે.

ઉપરોક્ત તમામ હકીકત આદિવાસી સમાજના વિસ્તારના લોકો અને દરેક સમાજના લોકોની વસ્તીને નુકસાન કરે તેમ હોય તે બાબતે આપની કક્ષાએથી આ વિસ્તારના દરેક સમાજના લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બેંકની શાખા બંધ ન થાય તેવી લોકહીતમાં કાર્યવાહી કરવા અને જિલ્લાના તમામ સરપંચો તેમજ સાવલી ગામ ની આજુબાજુ રહેતાં તમામ 25 થી 30 ગામના લોકોની નમ્ર વિનંતી છે કે પ્રજાના હિતમાં તેનો વહેલી તકે સુખદ નિરાકરણ આવે અને તેની ઘટતી કાર્યવાહી કરવા આવેદનપત્ર મા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here