નર્મદા વન વિભાગે વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણનુ કૌભાંડ ઝડપી પાડયો વન્ય જીવોની તસ્કરીનો પર્દાફાસ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેડિયાપાડાના મોસકુટ ગામ ખાતેથી મહારાષ્ટ્રના એક સહિત ત્રણ ઇસમોન ઝડપી તેમની પાસેથી 15 આંધળી ચાકર કબ્જે કરાઇ

આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલ આંધળી ચાકળોની કરોડોની કિંમત

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતેથી નર્મદા જીલ્લા વનવિભાગના નાયબ વન સંરક્ષક નિરજકુમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. ખોખર દેડિયાપાડા રેન્જ આર. એફ. ઓ. ભરતભાઈ તડવી સાગબારા રેન્જ આર. એફ. ઓ. સપનાબેન ચોધરી સહિત વન વિભાગની ટીમો તેમજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકળ ની આંતર રાજય તસ્કરીનો પર્દાફાશ કરાયો હતો. વન વિભાગે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા તેમના પાસેથી 15 આંધળી ચાકળ જપ્ત કરી હતી.

નર્મદા જિલ્લાના સોરાપાડા રેન્જ ના RFO જે.એ. ખોખર સહિત SPCA નર્મદાના ધરમેનદર ખત્રી દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં થી મોટા પ્રમાણમા વન્ય સરિસૃપો ગણાતા આંધળી ચાકળોની તસ્કરી થતી હોવાની બાતમી એનીમલ વેલફેર બોર્ડ વડોદરા SPCA દ્વારા નર્મદા વન વિભાગને બાતમી આપવામાં આવી હતી કે નર્મદા જિલ્લામાથી દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતેથી મોટા પાયે આંધળી ચાકળની તસ્કરી થાય છે , આ બાતમી આધારે વન વિભાગે પોતાની ટીમો બનાવી મોસકુટ ગામ ખાતેથી આરોપીઓ (1) અતુલ હરસીગ વસાવા (2) નરેન્દ્ર મોંગીયા વસાવા બનને રહે મોસકુટ (3) ફયાજઅલી અહેમદઅલી મકરાણી રહે. અકકલકુવા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી 15 આંધળી ચાકળોની તસ્કરી થતા ઝડપી પાડી હતી.

વન વિભાગે હાથ ધરેલઆ ઓપરેશનમા જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર, અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર આર. એફ.ઓ. જે.બી. ખોખર. આર.એફ.ઓ સપના બેન ચૌધરી, આર.એફ.ઓ.ભરતભાઇ તડવી તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરીના ઓ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા અને સમગ્ર ઓપરેશનને પાર પાડયુ હતું.

ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરાની ટીમો સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓ ની વોચમાં હતા. જે સંદર્ભે સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચનો પર્દાફાશ થયેલ છે. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.

વધુમાં ખાસ જણાવવાનું કે આંધણી ચાકળનો તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુઓ મો માંગી કિંમતમા ખરીદતા હોય છે. આવી બધી ગેરકાનુની માનસિકતામાં આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરાતા હોય છે નિર્દોષ અબોલ જીવોને રંજાડીને ક્રૂરતા આચરીને અબોલ જીવોની હત્યાના ભાગીદાર લોકો થાય છે. સદર સરીસૃપને આ આ ગુનેગારો વજન વધારવા માટે સાયકલના બેરિંગના છરા તેઓના મોં વાટે શરીરમાં દાખલ કરે છે તેમજ માટી પણ ખવડાવતા હોવાનું જાણવા મળ્યું છે, અને ક્રૂરતા આચરે છે જેનાથી તેનું મૃત્યુ પણ નિશ્ચિત મનાતુ હોય છે, વન વિભાગે ઝડપેલી સદર 15 આંધળી ચાકળનું મેડિકલ થવું પણ જરૂરી છે તેમજ આ જીવોને કેટલાય સમયથી ખોરાક પાણી વગર રાખવામાં આવેલ હોવાની પણ શક્યતાઓ હોય તેઓને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી બનેલ છે. આ દિશામાં વન વિભાગે ધટતી કાર્યવાહી કરવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય વહેપારની પણ શંકા :- RFO જે. એ. ખોખર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતેથી ઝડપાયેલા સરિસૃપો આંધળી ચાકળના વેપારના મામલે મોસકુટના વન અધિકારી જે. એ. ખોખરના જણાવ્યા અનુસાર મોસકુટ ખાતે આંધળી ચાકળો વેચવાનું સેન્ટર બનેલ હતુ અહિયા મુંબઈ સહિત અમદાવાદ વિગેરે સથળોથી ખરીદદારો આવતા અને ઉચી કિંમતો આપી સરિસૃપો ખરીદાતા આ મામલે આંતર રાજય કૌભાંડ તો સિધ્ધ થાય છે જ પરંતુ પોતાની તપાસ ચાલુ છે આ ષડયંત્ર આંતરરાષ્ટ્રીય લેવલે પણ ફેલાયેલો હોવાની શકયતાઓ ને નકારી શકાય નહીં નુ તેઓએ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here