નર્મદા જિલ્લામાં “મન કી બાત” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ૧૦૦ મો એપિસોડ ચાહકો, શ્રોતાઓએ સાંભળ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ જનતાની સાથે “મન કી બાત” ટેલીવિઝન પર નજરે નિહાળ્યો

જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા હેડક્વાટર તેમજ આઠ પોલીસ મથકે કરાયેલી ખાસ વ્યવસ્થા : સમૂહમાં “મન કી બાત” રસપૂર્વક સાંભળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન બન્યા બાદ મહિનાના ચોથા રવિવારે પ્રસારભારતી-આકાશવાણી દ્વારા નિર્મિત “મન કી બાત” કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. “મન કી બાત” કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય અને દર્શકોનો ચાહક બન્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦૦ મો એપિસોડ પ્રસારિત થયો ત્યારે દેશના કરોડો લોકોએ રેડિયો પરથી સાંભળ્યો છે. વિવિધ ટી.વી. ચેનલો અને પોતાના મોબાઈલ મારફતે પણ શ્રોતાઓએ ૧૦૦ મી કડીને રસપૂર્વક નિહાળ્યો છે.

વડાપ્રધાનની આ ૧૦૦ મી કડીને નર્મદા જિલ્લાના શ્રોતાએ પણ રેડિયો તેમજ ટેલીવિઝન-મોબાઈલના માધ્યમો થકી નિહાળ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રીના આહ્વાન અને અભિયાનને પ્રેરિત કરતા કાર્યોની પ્રસંશા કરી હતી અને જનતાએ સમૂહમાં આ કાર્યક્રમના પ્રસારણને પોતાના ઘરે બેસીને નિહાળ્યો હતો.

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પણ આંબાવાડી જિલ્લા પંચાયત બેઠક ખાતે આગેવાનો અને કાર્યકરો સહિત ગ્રામજનો સાથે મળીને “મન કી બાત” કાર્યક્રમને નિહાળ્યો હતો. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જિલ્લા સંગઠનના અગ્રણીઓ અને કાર્યકરો સાથે ધારીખેડા સુગર ફેકટરી ખાતે ખેડૂતો સાથે “મન કી બાત” કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત નાંદોદ તાલુકાના આમદલા ગામના ખેડૂતો માટે પ્રસારણ નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ કેવડીયા-એકતાનગર બુથનં :- ૨૪૧ માં જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ તડવીના ઘરેથી પ્રધાનમંત્રીની “મન કી બાત” કાર્યક્રમ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.

નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હેડક્વાક્ટર સહિત આઠ પોલીસ મથકોએ વડાપ્રધાનની “મન કી બાત” નિહાળી હતી. નર્મદા જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ માટે પણ “મન કી બાત” નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મન કી બાતની આ વિશેષ કડી નિમિત્તે વડાપ્રધાનશ્રીએ બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-વેસ્ટ, પ્લાસ્ટિક મુક્ત ભારત સહિત પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ભાર આપીને દેશવાસીઓને જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. અને “રીયલ હીરો” જમીની હકીકત પર કામ કરતા સમાજ સેવકો સાથે ફોન દ્વારા વાત કરીને કાર્યની સરાહના કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ એપિસોડમાં વડાપ્રધાનએ નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કરીને મહિલાઓને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here