નર્મદા જિલ્લામાં ગતરોજ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ આંક 973 થઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

એક પોઝિટિવ દર્દીનુ મોત કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત કુલ મૃત્યુ આંક 3

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૨ જી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૯, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૩ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૧ સહિત સહિત કુલ-૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૬૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૭૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૮ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૭૩ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૧ દર્દીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૭૩ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪૪૪ દર્દીઓ સહિત કુલ-૯૧૭ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૩ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૫ દર્દીઓ સહિત કુલ-૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક દર્દીનુ આજરોજ મોત નિપજ્યું હતું, આજદિન સુધી કોરોના પોઝિટિવ ૩ દર્દીઓના મૃત્યુ નોધાયેલ છે.

RTPCR ટેસ્ટમાં ૧૧, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૪૦૫ સહિત કુલ-૪૧૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here