નર્મદા : સેલંબા જમાદાર ફળિયામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ સેલંબા ગ્રામ પંચાયત એક્શનમાં….

સેલંબા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ

17 અને 18 એપ્રિલ એમ બે દિવસ સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતે સેલંબા પંચાયત વિસ્તારમાં શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણા અને ફિલ્ટર પાણી બંધ કરાવ્યું.

સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતએ જાહેર નોટીસ બહાર પાડી

સેલંબા જમાદાર ફળિયા માં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ સેલંબા ગ્રામ પંચાયત એક્શનમાં આવી છે લોકો વધુ સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે બે દિવસ માટે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત એ જાહેર નોટિસ જારી કરી સેલંબા બંધ કરાવ્યું છે.
જેમાં 17 અને 18 એપ્રિલ એમ બે દિવસ સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતે સેલંબા પંચાયત વિસ્તારમાં શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણા અને ફિલ્ટર પાણી બંધ કરી દેવાનો હુકમ જાહેર કરી નોટિસ બહાર પાડી છે. આ અંગે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત ના ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું છે કે અમારા સેલંબા જમાદાર ફળિયા માં કોરોનાનો પોઝિટિવ કેસ થયો હોવાથી સાવચેતી અને સલામતીના ભાગરૂપે બે દિવસ માટે જ્યાં ભીડ વધારે થાય છે તેવી જાહેર સ્થળો નું વેચાણ બંધ કરાવ્યું છે. આ વિસ્તારમાં દૂધ અને જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાથી કોરોના ના ચેપ લાગવાની શક્યતા હોવાથી બે દિવસ માટે વ્યવસ્થા બંધ કરાવી છે, પીવાના પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. હાલ સેલંબા જડબેસલાક લોકડાઉન થઈ ગયું હતું. સેલંબા માં પોઝિટિવ કેસ થયા પછી લોકોમાં ફફડાટ ફેલાયો છે તેથી લોકો પણ સ્વયંભુ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ઉપસરપંચે લોકોને ઘરમાં રહી કામ વગર બહાર ન નીકળવા અપીલ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here