નર્મદા જિલ્લાની દીકરી રાષ્ટ્રીયકક્ષા ની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

U-14 ગર્લ્સ ટીમે હેન્ડબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ કાંસ્ય પદક હાંસલ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું

દેડિયાપાડાની દીકરી સાંજનાએ નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો

રાષ્ટ્રીયકક્ષાની શાળા સ્પર્ધાઓમાં U-14 ની ગર્લ્સ ટીમે હેન્ડબોલમાં કાંસ્ય પદક હાંસલ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ટીમમાં નર્મદા જિલ્લાની દીકરી સાંજના વી. વસાવા પણ સામેલ હતી. નર્મદા જિલ્લા DLSS અંબુભાઈ પુરાણી શાળામાં અભ્યાસ કરતી દીકરીએ રમતક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે.

દેડિયાપાડાના નાની બેડવાનની દીકરીએ સાબિત કરી બતાવ્યું છે કે જો મંચ મળશે તો આકાશની નવી ઊંચાઈઓને આંબવા માટે હું તૈયાર છું. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતનું ભવિષ્ય અભ્યાસની સાથે રમતક્ષેત્રે રુચી દાખવી રહ્યાં છે.

નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની દીકરીઓ રમતક્ષેત્રે પોતાની પ્રતિભાથી નવી ઊંચાઈઓ હાંસલ કરવા તત્પર છે. કહી શકાય કે રમતક્ષેત્રે ગુજરાત સહિત નર્મદાનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. શાળા પરિવાર તરફથી ખેલાડી દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here