નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ઉપરવાસમાંથી ભારે પાણી આવતા થયો ઓવરફલો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ઓવરફ્લો થતાં ડેમ ખાતે નયનરમ્ય દ્રષ્યો સર્જાયાં

આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨ સે.મી. થી ઓવરફલો નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે તા. ૨૩ મી ઓગષ્ટ,૨૦૨૦ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં છલકાયો છે. ( ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે.

નર્મદા જીલ્લાનો કાકડીઆબા ડેમ તેના ઉપરવાસ માંથી ભારે વરસાદ પડતા પાણીની આવક થતાં ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં ૫૩ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે નીચાણવાળા વિસ્તાર વાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here