ગોધરા નગરપાલિકા બેઠકની પેટા ચૂંટણી ૨૦૨૩ને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ દ્વારા બહાર પડાયું જાહેરનામું

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

મતગણતરી સ્થળે ૧૦૦ મીટરની ત્રિજયામાં મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી–ટોકી,લેપટોપ કે અન્ય ઈલેકટ્રોનીકસ ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૩ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી–૨૦૨૩ અંતર્ગત તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ મતદાન યોજાશે તથા તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ મતગણતરી કરવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા તા.૦૮/૦૮/૨૦૨૩ના રોજ નિયત મતદાન સ્થળોએ હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીના સ્થળે(ખંડ)માં મોબાઈલ, સેલ્યુલર ફોન,પેજર,કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી–ટોકી, લેપટોપ કે અન્ય ઈલેકટ્રોનીકસ ઉપકરણ ૧૦૦ મીટરની ત્રિજયા મર્યાદાની અંદર લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવા ચુંટણી પંચે સુચનાઓ જારી કરેલી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, સને.૧૯૭૩ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૪૪ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે તે મુજબ કોઈપણ વ્યકિતએ તા.૦૮/૦૮/૨૦૨૩ ના કલાક સવારના ૦૭–૦૦ થી ચુંટણી પરિણામો જાહેર થતાં સુધીના સમયગાળા માટે નિયત મત ગણતરી સ્થળે(ખંડ)માં લેપટોપ/કોમ્પ્યુટર/ મોબાઈલ ફોન કે અન્ય ઈલેકટ્રોનીકસ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૦૦ મીટરની મર્યાદાની અંદર લઈ જવા તથા તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમનો ભંગ, ઉલ્લંધન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ– ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાના ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here