અમારા ઉપર ખોટી ફરિયાદ… પોલીસ સમક્ષ આજે સ્વેચ્છાએ હાજર — ધારાસભ્ય ચેતર વસાવા

ડેડીયાપડાં, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર વન વિભાગ દ્વારા ફરિયાદ ના મામલે લગભગ 39 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચેતર વસાવા આજરોજ નાટકીય ઢબે પોતાના હજારો સમર્થકો ને ડેડીયાપાડા ખાતે એક જાહેર સભા રૂપ મેદનીને સંબોધી ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થઈ સરેન્ડર કર્યો હતો, કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારાસભ્ય ચેતર વસાવા એ પોતાના સમર્થકો અને ટેકેદારો ને સમજાવતા પણ નજરે પડ્યા હતા અને પોલીસ ને પણ હાશકારો અનુભવાયો હતો ત્યારે સરેન્ડર થતાં પેહલા પોતાની વાતચીતમાં ધારાસભ્ય ચેતર વસાવા એ જણાવ્યું હતું કે અમારા ઉપર ખોટી ફરિયાદ થઈ છે, પોલીસ સમક્ષ આજે હાજર થવા માટે જઈ રહ્યો છું, પ્રજાજનોની સેવાકિય પ્રવૃત્તિઓ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય થી પોતે ન કરી શક્યા અને પ્રજાજનોના પ્રશ્નો હલ ન થતા તેઓએ પ્રજાજનોની માફી પણ માંગી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે 2022 ની ચૂંટણીમાં ડેડીયાપાડા બેઠક પર ચાર રાજકીય પક્ષો ઉભા રહ્યા હતા જેમાં મને એક લાખથી પણ વધુ મત મળ્યા પ્રજાજનોનો દ્વારા મારી નાની વય માજ મને વિજયી બનાવતા મારા ઉપર પ્રજાજનો એ જે વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો છે. જેનાથી પ્રેરિત થઈ ચૂંટાયા પછી બીજા ધારાસભ્ય જે ઘરોમાં બેસી રહે છે આરામ કરે છે મેં લોકોની વચ્ચે રહીને તેમની તકલીફોને નિહાળી લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો આદિવાસી વિસ્તારમાં દવાખાનાની તકલીફો, શિક્ષણ ની સમસ્યા,બસ સુવિધા ના પ્રશ્નો ,નળશે જલ યોજના હેઠળ પીવાના પાણીની સમસ્યા , સિંચાઈની સમસ્યા જેવી સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા છે. આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને નાખવાના પ્રયાસો હાથ ધર્યા છે 2.67 લાખ બાળકોને સ્કોલરશીપ અપાવવાની વાત કરી છે, મણીપુર ખાતે થયેલ હિંસાના બનાવો ને વખોડી કાઢવામાં આવ્યા છે, નર્મદા નદીમાં પૂર આવ્યા પીડીતો ની મુલાકાતો લઈ સાંત્વના પાઠવવાનો કાર્ય કર્યુ છે, આવા અનેક કાર્યો થકી મારી લોકપ્રિયતામાં વધારો થતા મને બદનામ કરવા અને મારી રાજકીય કારકિર્દીને નષ્ટ કરવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો તેઓએ આરોપ લગાવ્યો હતો.
હાઇકોર્ટમાં પોતાનું ધારાસભ્ય પદ રદ કરાવવા માટે પણ પિટિશન દાખલ કરાઈ હતી જે પિટીશન હાઇકોર્ટે રદ કરી અને અદાલત માં કાનૂની રીતે પોતાનો વિજય થયો હોવાનુ જણાવી ષડયંત્રના ભાગરૂપે મારા ઉપર ખોટા કેસ કરાયા હોવાનો ધારાસભ્ય ચેતર વસાવા એ જણાવી આગાઉ લોકસભાની ચૂંટણી પહેલા પણ પોતાને એરેસ્ટ કરાયેલ હોવાનું જણાવ્યું હતું. એ સહિત પોતાને લોભ લાલચ આપી દાબદબાણ પણ આપવામાં આવતું હોવાનું જણાવી પોતે નમવાના નથી , દબાણથી ડરવાના નથી, પ્રજાજનોની લડત પોતે જે રીતે લડી રહ્યા છે એ રીતે ચાલુ જ રાખશે નું જણાવી આમ જનતા નો તેઓએ આભાર માન્યો હતો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોનો પણ ધારાસભ્ય ચેતર વસાવા એ પોતાના કપરા સમય મા સાથે રેહવા હિમ્મત આપવા આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here