કાલોલ : સુલ્તાનપુરા ગામના જંગલ વિસ્તારમાંથી પસાર થતી ગોમા નદીમાં ખનન માફિયાઓનો આતંક…

ગોધરા,(પંચમહાલ) ઇશહાક રાંટા

ખનીજ ચોરી કરાતી હોવાની જાણ કરનારને રેન્જ ફોરેસ્ટર, વેજલપુર નાઓએ ધમકી આપી હોવાની કલેક્ટરાયમાં લેખિત રજુઆત….

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી અને સુલતાનપુરા ગામના હનુમાન મંદિર સામે જંગલ વિસ્તારને અડીને વહેતી ગોમા નદીમાંથી અવેધ રીતે રેતીનું ખનન કરાતા એક સભ્ય નાગરિકે લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી હતી જે બાબતે વેજલપુર રેન્જના જંગલખાતાના રેન્જર જાણે કે ખનીજ માફિયાઓની તરફેણ કરતા હોય એમ ખનીજ માફિયાઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાના બદલે ફરિયાદ રજૂઆત કરનાર મહેબુબ હાથીડાને દમ મારતા હોવાની લેખિત અરજી જીલ્લા કલેકટર સહીત સરકારશ્રીમાં કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાઓની ચકડોળો ફરી રહી છે.

મળતી માહિતી મુજબ કાલોલ તાલુકામાંથી પસાર થતી અને સુલતાનપુરા ગામના હનુમાન મંદિર સામે જંગલ વિસ્તારને અડીને વહેતી ગોમા નદીમાંથી અવેધ રીતે રેતીનું ખનન કરતા ખનીજ માફિયાઓના વિરોધમાં મહેબુબ મુહંમદ હાથીડા, રહે. રાણીયા ફળિયું, મુ.કરોલી નાઓએ જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકાર શ્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતુ સુલતાન પુરા ગામના જંગલ વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યા પછીથી વહેલી સવારના ઉગતા સુરજની કિરણો સુધી ખનીજ માફિયાઓ બે રોકટોક કોઈની પણ બીક વગર ગોમાં નદીના તટ માંથી અવેધ રીતે રેતીનું ખનન કરી નદીની સુંદરતાને ઘા કરતા રહે છે તેમ છતાં જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી બેઠા હોય એમ જીવંત આંખે બધુજ જોયા કરે છે અને વધુમાં રજુઆત કર્તાએ પોતાની રજુઆત અરજીમાં જણાવ્યું છે કે અમોએ અગાઉ પણ ખનીજ ચોરીની બાબતે અનેક વખતે વેજલપુર રેન્જના રેન્જર તેમજ રિછીયા રાઉન્ડ ફોરેસ્ટના જમાદાર અને કાદવીયાના બીટ ગાર્ડને જાણ કરેલ હતી પરંતુ તેઓ પણ પરોક્ષ રીતે ખનીજ માફિયા ઓને છાવરતા હોય એમ આજદિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવા તૈયાર નથી તેમજ થોડા સમય અગાઉ રજુઆત કર્તાએ વેજલપુર રેન્જના રેન્જરને ટેલિફોનિક જાણ કરી ખનીજ માફિયાઓના વિરુદ્ધમાં રજુઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે વેજલપુર રેન્જના રેન્જરે તેઓની રજુઆત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છોડી રજુઆત કરનારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો રજુઆત કર્તાએ વેજલપુર રેન્જના તમામ જવાબદાર કર્મીઓ પર ખનીજ માફિયાઓ સાથે સાંઠ ગાંઠ હોવાનો પોતાની લેખિત રજુઆતમાં સીધે સીધો આક્ષેપ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here