ધ્રોલના વોર્ડ નંબર ૬ માં માર્ગ પર થતા ખોદકામથી મતદાર પ્રજા પરેશાન…

ધ્રોલ,

જાહેર માર્ગમાં ખોદકામના કારણે વાહનચાલકે રાહદારીને પસાર થવું શિરદર્દ બન્યું !

ધ્રોલ નગરપાલિકા ના વોર્ડ નંબર 6 મા આવેલા વિસ્તારમાં જાહેર માર્ગોપર ખોદકામ તંત્ર દ્વારા કરવામાં આવતા સ્થાનિક મતદાર પ્રજાને તે માર્ગ પરથી પસાર થવું શિરદર્દ બન્યું છે જેમાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રાહદારીઓ માટે પસાર થવું જોખમી બન્યું હોય તેવા વિસ્તારમાં આવેલા તુલસી પાર્ક સોસાયટી માં પેવર બ્લોક ના ધીમી ગતીએ ચાલતા કામ થી લોકો મુશ્કેલી માં મુકાયા હોય તેમ મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ધ્રોલ નગરપાલિકાની હદમાં આવેલા અનેક વિસ્તારોમાં ખોદકામ થી પાણી ની લાઈનો તૂટી ગરરો ઉભરાતી હોવાથી જાહેર માર્ગોપર તલાવડા ની જેમ જાહેર માર્ગો પર પાણી ફરી વળતા હોય જેથી ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ભય લોકોમાં રહ્યો છે ત્યારે ચૂંટાયેલા પ્રજાના નગરસેવકો અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજા ચિંતક સમસ્યાનો અંત લાવે એવી લોકો ની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here