દેવલ્યા ચોકડી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા”ખેતી બચાવો ખેડૂત જન જાગૃતિ”કાર્યક્રમ અંતર્ગત ખેડૂતસભાનું આયોજન કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાળા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા દેવલીયા ચોકડી ખાતે “ખેતી બચાવો ખેડૂત જન જાગૃતિ”કાર્યક્રમ અંતર્ગત ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ આ સભામાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિસે ખેડૂતો ને માહિતગાર કરવામાં આવ્યા તે ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી વિશે ચર્ચા.વિચારણા કરવામાં આવી આ ખેડૂત મહા સંમેલન માં તિલકવાડાં તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા જેઓનું ધારાસભ્ય પીડી વસાવા એ ફુલહાર પહેરાવી કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય પી.ડી વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધશે.ખેડૂતોનું શોષણ વધશે.લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા ખોરવાઈ જશે. A.P.M.C નામશેષ થશે. મંડી સાથે સંકળાયેલા હજારો લોકોની રોજીરોટી છીનવાઇ જશે. મોંઘવારી વધશે. સંગ્રહખોરી વધવાના કારણે કાળા બજાર વધશે .અને ખેડૂતો પાયમાલ થઈ જશે .જેથી હજારો ખેડૂતો અને કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

દેવલ્યા ચોકડી ખાતે યોજાયેલા ખેડૂત મહાસંમેલન માં ધારા સભ્ય પી.ડી વસાવા.માજી ધારા સભ્ય ધીરુભાઈ ભીલ.રણજીતભાઈ રાઠવા.જિલ્લા પ્રભારી દલપતભાઈ વસાવા.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ.તાલુકા પ્રમુખ રાજુભાઇ ભીલ.બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ.મહામંત્રી હનીફભાઈ ઘોરી.રમેશ વસાવા.પ્રવક્તા મલંગ રાઠોડ.તાલુકા પંચાયત પ્રમુખ કપુરભાઈ ભીલ સહિત તાલુકાના સરપંચો.તેમજ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજર રહી સભા ને સફરતા અપાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here