કાલોલનાં બોરૂ રોડ વિસ્તારમા માલિકીના રસ્તા પર ફેન્સિંગ કરાતા અકસ્માતનો ભય… અકસ્માત ઝોન જાહેર કરવા લોકમાંગ…

કાલોલ, વ(પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગર પાસેથી પસાર થતા બોરૂ ટર્નિંગ રોડ ઉપર અવરજવર નો રસ્તો ખાનગી માલિકીનો હોય ખાનગી માલિક દ્વારા રસ્તા ઉપર ફેન્સીંગ કરાવી દેતા કાલોલ થી બોરુ તરફ જવા માટે અને હાલોલ તરફથી બોરુ તરફ જવા માટે નો રસ્તો ત્રીશંકુ બની ગયો હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે આ પરિસ્થિતિમાં બોરુ થી હાલોલ જવા માટે ફરજિયાત રીતે રોંગ સાઈડ પર જવાની ફરજ પડી રહી છે તથા કાલોલ થી બોરુ તરફ જતા ઘણા બધા વાહન ચાલકો પોતાના વાહનો રોંગ સાઈડ ઉપર હંકારી લઈ જાય છે પરિણામે આ વિસ્તાર ભવિષ્યમાં મોટો અકસ્માત ઝોન બની જાય તેમ લાગી રહ્યું છે અહીંયા નાના નાના અકસ્માતો સર્જાતા હોય છે. વધુમાં આ વિસ્તારમાં આવેલી એક જાણીતી કંપનીમાં આવતા જતા મોટા વાહનોને ખાનગી રસ્તો બંધ થઈ જવાની કારણે ભારે તકલીફ પડી રહી છે આ કંપનીના વાહનો ને કારણે પણ ટ્રાફીક જામ અને અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે. બોરુ ટર્નિંગ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા પણ આ વિસ્તારમાં હાઇવે ઉપર ગતિ અવરોધક મુકવા માટે માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here