શહેરા : સ્વામીવિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇકરેલીનુ આયોજન કરાયુ

નગરમાં આજે સ્વામીવિવેકાનંદના જન્મ દીવસની ઉજવણી કરવામા આવી હતી. ભાજપ દ્વારા બાઈક રેલીનુ આયોજન કરવામા આવી હતી.જેમા ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામા જોડાયા હતા.

૧૨ જાન્યુઆરીનો દિવસ સમગ્રાભારતમા યુવાનોના પ્રેરણાસ્વરૂપ એવા સ્વામીવિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામા આવી હતી,જેના ભાગરુપે શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરા નગર મા બાઇક રેલી યોજાઈ હતી.જેમા બાઈકરેલી ભાજપા કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામા આવી હતી.અને શહેરા નગરના મેઈન બજાર,પરવડી વિસ્તાર,નાડા બાયપાસ રોડ,અણિયાદ ચોકડી,સિંધી ચોકડી,બસ સ્ટેશન વિસ્તાર થઈને પરત ભાજપ કાર્યાલય ખાતે ફરી સમાપન થયૂ હતૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here