દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા રૂષિરાજ સંગીત ક્લાસ ખાતે સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો

દેવભૂમિ દ્વારકા, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ અને રૂષિરાજ સંગીત ક્લાસના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત રૂષિરાજ સંગીત ક્લાસના વિદ્યાર્થીઓ અને સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન, લોકગીત તથા રાષ્ટ્રગીત વગેરે ગાયન વાદનની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલ હતા સંગીત વિશારદ શ્રી નટુભાઈ સોની દ્વારા સંગીત ક્ષેત્રે કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયુ ભાટીયા રૂષિરાજ સંગીત ક્લાસના કલા સાધકોનું નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા શ્રી નટુભાઈ સોની અને મહાનુભાવોના વરદ હસ્તે સંગીત પ્રારંભિક થી સંગીત વિશારદ પૂર્ણ સુધીના ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરેલ તેમજ બુક, સન્માનપત્ર આપી સન્માનિત કરેલ. મહાનુભાવોનું સન્માનપત્ર તથા ઉપરણું આપી સન્માનિત કરેલ પધારેલા વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તેમજ મહાનુભાવોએ શ્રી નટુભાઈ સોની તરફથી તેમના નિવાસ સ્થાને ભોજન પ્રસાદી લીધેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here