સ્થાનિક સમસ્યાઓ જાણવા ‘આપ’ના જિલ્લા પ્રમુખે ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે મુલાકાત લીધી

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

હાથણી માતાના ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ચર્ચા કરી

પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ એ આજ રોજ ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક ગામના આગેવાનો સાથે મળી મિટિંગ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક સમસ્યાઓ જાણવા ચર્ચા કરવામાં આવી.

આજ રોજ બપોરના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે ગામના આગેવાનોને સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની મિટિંગ ઘોઘંબા તાલુકાના એપીએમસી ના માજી ચેરમેનશ્રી અર્જુનસિંહ બારીઆના ઘરે રાખવામાં આવી હતી. આ મિટિંગમાં ગામના સરપંચ શ્રી કલસિગભાઇ રાઠવા, વાવ ગામના માજી સરપંચ પ્રવિણભાઈ રાઠવા, તથા ગમરસિગભાઇ રાઠવા, ધીરુભાઈ રાઠવા, હસમુખભાઈ વણકર, વિઠ્ઠલભાઈ બારીઆ, વિક્રમભાઈ બારીઆ, રમણભાઈ બારીઆ,મોતીસિહ બારીઆ, વલસિંગભાઇ રાઠવા,ગંભીરભાઇ બારીઆ, મહેશભાઈ બારીઆ, કંચનભાઇ બારીઆ તથા બીજા અન્ય લાબડાધારા, વાંકોડ, વાવ ગામના આગેવાનો તથા ગોધરાથી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર દર્શન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં ગામની અને વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં ઘોઘંબા તાલુકામાં એક માત્ર પ્રવાસન સ્થળ હાથણી માતાનો ધોધ છે. જ્યાં ચોમાસામાં લાખો લોકો આ સ્થળ ઉપર આવે છે અને પાણીના ધોધ અને પ્રકૃતિના આહ્લાદક વાતાવરણનો ભરપૂર આનંદ લે છે. આ ધોધ ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી આધારીત છે. જે ચોમાસા દરમ્યાન સ્થાનિક લોકોને રોજગારી મળે છે ત્યારે આ સ્થળનો વિકાસ થાય અને આ સ્થળે જો કાયમી પાણીનો ધોધ પાડવામાં આવે તો પ્રવાસન સ્થળનો વિકાસ થાય, સ્થાનિક લોકોને રોજગારી મળે એવી ચર્ચા કરતાં વિચારણા કરવામાં આવી., જો નર્મદા કેનાલનું પાણી આ ધોધ ઉપર પાડવામાં આવે તો ચોમાસા સિવાયની બાકીની સીઝનમાં પણ અહી પ્રવાસીઓ આવે.

ચર્ચાની સાથે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું કે, જો આ ધોધ ઉપરથી પડતું પાણી જ્યાં આગળ વહે છે તેને કેનાલ બનાવી આગળના ઘોઘંબા અને હાલોલ તાલુકાના ખેડૂતો માટે સિંચાઇ કરવાના ઉપયોગમાં લેવામાં આવે તો, સ્થાનિક લોકોને રોજગારી મળે, આ વિસ્તારના ગામોના લોકોને પીવાનુ પાણી મળે અને ઘોઘંબા તથા હાલોલ તાલુકાના ૧૦૦ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. એમ એક કામ કરવાથી પ્રવાસન સ્થળનો વિકાસ થાય, લોકોને રોજગારી મળે, પીવાનું પાણી મળે અને કેટલાક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે. એવી સામૂહિક લાભ મળે તેવી યોજના બાબતે રજૂઆત કરવાની ચર્ચા કરવામાં આવી.

સાથે સાથે આમ આદમી પાર્ટી વિશે, તેની કામગીરી વિશે અને જિલ્લાના સંગઠન બાબતે પણ જિલ્લા પ્રમુખે જણાવ્યું.

ગામના સરપંચશ્રીએ પણ જણાવ્યું કે, સ્થાનિક સમસ્યાઓ વિશે સામૂહિક રજુઆત કરવી પડશે. એકલ દોકલ વ્યક્તિની રજૂઆત કોઇ સાંભળતું નથી તેથી આ રજૂઆત કરવા સ્થાનિક લોકોને આગળ થવા જણાવ્યું હતું.

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ વાવ ગામના માજી સરપંચ શ્રી પ્રવિણભાઈ રાઠવા તથા એપીએમસીના માજી ચેરમેનશ્રી અર્જુનસિંહ બારીઆને આમ આદમી પાર્ટીમાં જોડાઇને પાર્ટીના સંગઠનમાં વિશેષ જવાબદારી લેવા પણ જણાવવામાં આવ્યું.

આજ રોજ થયેલી ચર્ચા કે, હાથણી માતાના ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે જે નર્મદા કેનાલનું પાણી લાવવા માટે ની રજૂઆત કરવા નજીકના સમયમાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here