શ્રી દ્વારકાધીશજી ધ્વજારોહણના શુભ પ્રસંગે.. રમેશભાઈ બથીયા & કમલેશભાઈ બથીયા પરિવાર દ્વારા સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશજી ધ્વજારોહણ કરાયું

દેવભૂમિ દ્વારકા, સકીલ બલોચ  (છોટાઉદેપુર) :-

શ્રી દ્વારકાધીશજી ધ્વજારોહણના શુભ પ્રસંગે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલાકારશ્રીઓ અને પત્રકારશ્રીઓનું વિશેષ સન્માન કરાયુ

તાજેતરમાં ભાટીયાના રમેશભાઈ લક્ષ્મીદાસ બથીયા અને કમલેશભાઈ રમેશભાઈ બથીયા પરિવાર દ્રારા સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશજી મંદિરના ઉન્ન્ત શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું આ શુભ પ્રસંગે સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અધ્યક્ષશ્રી (B.Ed. In Music) ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થા સમિતિ અને મહાનુભાવોના વરદ હસ્તે ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ, સન્માનપત્ર સહ ઉપરણું ઓઢાડી વિશેષ સન્માન કરાયું કલાકારશ્રીઓ કવિ રાજુભાઈ રબારી, સાહિત્યકાર કનુભાઈ ગઢવી, નૃત્ય બાળ કલાકાર જિયા જોલાઈ, સંગીતકાર & ચિત્રકાર રાધિકાબેન પી. પોપટ, કચ્છના લોક સાહિત્યકાર ધનરાજભાઈ ગઢવી, (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયા, સંગીત વિશારદ નટવરલાલ ચલ્લા, સંગીત વિશારદ ધવલભાઈ પી. મહેતા, તબલા વાદક મહેન્દ્રભાઈ ડાભી, કચ્છના લોક ગાયક વાલજીભાઈ ગઢવી યોગગુરુ & સંગીતપ્રેમી પૂનમબેન ઉપેનભાઈ ચંદારાણા, સંગીતપ્રેમી સમાજ સેવક ચંદાબેન એન. માવાણી તથા દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉંડેશન નાં 6 મનોદિવ્યાંગ કલાકારો તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ છાયા તેમજ યુવા પત્રકાર પ્રતિકભાઈ સિધ્ધપુરા, વુમન & ચાઈલ્ડ સેફ્ટી ફાઉન્ડેશન મેમ્બર બંસીબેન માંડલિયા, પત્રકાર રાજુભાઈ રૂપારેલિયા, પત્રકાર દીપેશભાઈ જોલાઈ, પત્રકાર હિતેશભાઈ એન. રાયચુરા, ગીર ગઢડાના પત્રકાર ભરતભાઈ ગંગદેવ, હેલ્લો બારાડીના સંચાલક જીતેન્દ્રભાઈ નકુમ, સુપ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ખાણધર અને ગૌરવવંતા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા (ડી ડી ભારતી) ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તમામ કલાકારો અને પત્રકારો અને ડી ડી ભારતી ટીમનું ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ, સન્માનપત્ર સહ ઉપરણું ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here