શ્રી એલ.એન.પી. હાઈસ્કુલ ભાટીયા ખાતે ધોરણ:-૧૦ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન

દેવભૂમિ દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-

તારીખ:-૧૧/૦૨/૨૦૨૪ રવિવારે ગુજરાતમાં આગામી ૧૧માર્ચ ના માધ્યમિક અને ઉચ્ચ માધયમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ ની પરિક્ષાની શરૂવાત થવાની છે. ત્યારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્સ્ટ દ્વારા રવિવારે પરીક્ષા યોજવામાં આવેલ હતી જેમાં ભાટીયા કેન્દ્ર માં સાત સ્કૂલ અને બે ટ્યુશન ક્લાસના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાં પરફેક્ટ સ્કૂલ, દિવ્યજ્યોત હાઈસ્કુલ, પી.આર.એસ.સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, શ્રી રાણ માધ્યમિક શાળા,શ્રી વિનાયક વિદ્યામંદિર, શ્રી L.N. P હાઈસ્કૂલ ,પ્લાઝમા ક્લાસ,ક્રિષ્ના ક્લાસ વગેરે શાળાઓના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.
ગયા વર્ષે પણ શ્રી એલ.એન.પી.હાઈસ્કુલ તથા દિવ્યજ્યોત હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ માટે પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here