ભાટિયાની શ્રી એલ.એન.પી. હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ટેક વેન્ડો અને જુડો રમતની સ્પર્ધાઓ સહિત વિવિધ રમતો સાથે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા, પ્રવસી પ્રતિનિધિ :-

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા ૬૭ મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪(SGFI)નું આયોજન આજરોજ તારીખ 29/ 8 /2023 ભાટિયાની શ્રી એલ.એન.પી. હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ટેક વેન્ડો અને જુડો રમતની સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાની ટેક વિન્ડો રમતમાં 13 વિદ્યાર્થીઓએ નંબર મેળવેલ તથા જુડો રમતમાં 21- ગોલ્ડ તથા 16 – સિલ્વર અને 9 – બ્રોન્ઝ વિદ્યાર્થીઓએ નંબર મેળવેલ. આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે.
તમામ સ્પર્ધાઓનો સુંદર આયોજન તાલુકા અને જિલ્લા કન્વીનર- લોક સેવક પ્રિયંક ભાઈ દેવશીભાઈ ભાટીયા ગામના વ્યાયામ શિક્ષક જોષી દિપાલીબેન અને કોચ ઉલવા જગદીશભાઈ તથા પટેલ હર્શુલભાઈ દ્વારા શ્રેષ્ઠ રેફ્રિ અને પંચની કામગીરી કરી બાળકોને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે તક આપવામાં આવેલી છે. આયોજનમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ લેવા ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here