દિલ્હીના વેલફોર ગવર્નિંગ બોર્ડના સભ્યએ જેતપુર ગ્રામ પંચાયતનો લીધો ઉધડો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લાંબા સમયથી ચાલતો હતો વિવાદ ઇટવાળા ખાતે રહેતા સલાટ પરિવાર જનો એ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા છોટાઉદેપુર તંત્ર દોડતું થયું કોઇ પણ પરિવારને અહીંયા થી કોઈ હટાવી નહીં શકે : વેલ ફેરવોર્ડ ગવર્નિંગ બોર્ડના સભ્ય

પંચાયત પોતાનો ફાયદો જોઈ સલાટ પરિવારજનોને અહીથી જગ્યા છોડવાનો લગાવી રહ્યાં છે આક્ષેપો

પ્રાપ્ત વિગતો અનુસાર પાવીજેતપુર ના ઇટવાડા ફળિયા વિસ્તાર માં ૫૦ વર્ષ થી રેહતા સલાટ જ્ઞાતિ ના લોકો અને અન્ય લોકો ને જેતપુર ગ્રામ પંચાયત દ્વારા મકાનો આપવામાં આવ્યા હતા જ્યારે થોડા સમય પહેલા જેતપુર ગ્રામ પંચાયત દ્વારા તેઓ ને કેહવામાં આવ્યું હતું કે આ જગ્યા ગવચર ની જમીન હોય તમને અન્ય સ્થળ પર મકાન બનાવી આપીશું જોકે અન્ય સ્થળ રેહવાં લાયક ન હોવાથી તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉચકક્ષા એ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જેતપુર ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યા ખાલી કરવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ ની પાસે બીજી કોઇ રેહવા માટે જગ્યા ન હોવાથી તેઓ દ્વારા ઉપલી કક્ષા એ રજુઆતો કરવામાં આવી હતી જેને લઈ  દિલ્હી થી આવેલા વેલ ફોર ગવર્નિંગ બોડી ના સભ્ય સાથે છોટા ઉદેપુર પ્રાંત અધિકારી અને  જિલ્લા વહિવટી તંત્ર ની સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાં રેહતા રહીશો ને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તમારે અહિયાજ રેહવાનું છે તમને અહી થી કોઈ હટાવે નહિ તેમ હૈયા ધારણ આપી હતી .અને જેતપુર ગ્રામ પંચાયત ના વહીવટદારો ને પારદર્શક વહીવટ કરવા માટે સૂચિત કરવામાં આવ્યા હતા. તેમજ દિલ્હી થી દોડી આવેલા વેલ ફેરવોર્ડિંગ બોર્ડના સભ્ય એ કડક સુચના આપતા જણાવ્યું હતું કે કોઈપણ જ્ઞાતિના સભ્ય હોય તેને ટાર્ગેટ બનાવવામાં ના આવે તેમજ કેટલાક જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે સલાટ પરિવાર જનો એ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here