હળવદ : રોટરી કલબ દ્વારા કડકડતી ઠંડીમાં ચોથી વખત ધાબળા વિતરણ કરાયું

આરીફ દિવાન, મોરબી

મોરબી જિલ્લાના હળવદ રોટરી કલબ દ્વારા સતત સેવાકીય કાર્યો કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે એક તરફ મોસમની કડકડતી ઠંડી દિનપ્રતિદિન ઠંડીની પકડ નો પ્રકોપ લહેરાવી રહી છે ત્યારે જરૂરતમંદ માટે આશીર્વાદરૂપ સમા રોટરી કલબ હળવદ માનવતાની મહેક લહેરવી રહ્યું છે સતત ચોથી વખત ગરમ ધબડા નું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સખી દાતાઓના સહયોગથી સતત સેવાકાર્ય કરી જરૂરત મંદ ને મદદગાર થઈ રહ્યા છે તેવા હળવદ રોટરી કલબના સેવાકીય કાર્ય થી જરૂરત બંધ અને સખીદાતાર પરિચિત રહ્યા છે જરૂરત મંદ વ્યક્તિઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કડકડતી ઠંડીમાં હળવદ ખાતે ગરમ ધાબળા નું વિતરણ કરતાં રોટરી કલબના કાર્યકરો તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here