ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસપ્રેમી જનતાની પ્રથમ પસંદ સ્વચ્છ છબી ધરાવતા જુના જોગી એવા ગોવાભાઈ દેસાઈ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રાજ્યમાં લોકશાહીના મહા પર્વ એવી વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, અને 182 ધારાસભ્યોને ચૂંટી લાવવા 4 કરોડ 91 લાખ મતદારો પોતાના અમૂલ્ય મતને દાન કરવાની તૈયારીમાં છે. જ્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ એમ બે પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં ઉતરી હોવાથી વિધાનસભામાં ત્રિપાંખિયા જંગની પરિસ્થિતિ નિર્માણ પામી છે..

આવનાર ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના કારણે હાલ દરેક રાજકીય પક્ષો ટીકીટ વહેચણીને લઈ અસમંજસમાં મુકાયા છે, લગભગ સીટો પર કોંગ્રેસ અને ભાજપ રિપીટ થિયેરી અપનાવે એવા આશાર દેખાઈ રહ્યા છે, જ્યારે નિર્ણાયક મત ક્ષેત્રમાં જુના જોગી એવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પસંદગી પર નજર મૂકવી જરૂરી બની ગઈ છે..તેમજ રાજ્યની અનેક સીટો પર ધર્મ અને જાતિથી પરે રહી મતદાન કરવામાં માનતી જનતામાં પીઢ અને બહુચર્ચિત ઉમેદવારોની બોલબાલા વધી રહી છે.. જેમાં બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ સૌથી બધું ચર્ચાના સ્થાને આવી ગઈ છે.. ડીસા સીટ પર હાલ સત્તાપક્ષ ભાજપાનો કબ્જો છે, જ્યારે કોંગ્રેસ સત્તા માટે લાઈનમાં ઉભી હતી પરંતુ હાલ આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે મહેનત વધી ગઈ છે..

ડીસા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ ડૉ.રમેશ પટેલને મેદાને ઉતર્યા છે, જ્યારે ભાજપા કદાચ રિપીટ થિયેરી અપનાવે તો કોંગ્રેસ માટે ડીસા મત વિસ્તારમાં સ્વચ્છ છબી ધરાવતા જુના જોગીને મેદાને ઉતારવા પડે એવી તજજ્ઞોમાં ચર્ચાઓ થવા લાગી છે.. આમ તો રાજ્યમાં ડીસા જ નહીં અનેક એવા મત વિસ્તાર છે જ્યાં આમ આદમીના આગમતથી મહેનત વધી ગઈ છે, પરંતુ જો કોંગ્રેસ ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા જૂના જોગીઓ પર ભરોસો મૂકે તો કોંગ્રેસની બોલબાલા વધી જાય એમ છે.

જેના માટે હાલ ડીસા મત વિસ્તારમાં જુના જોગી એવા સ્વચ્છ છબી ધરાવતા ગોવાભાઈ દેસાઈની દાવેદારી મજબૂત દેખાઈ રહી છે, ગોવાભાઈ દેસાઈ ભુતકાળમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એક વખતે ધાનેરા સીટ પરથી જંગી બહુમતીથી વિજય થયા હતા જ્યારે બે વખત ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી વિજય થઈ કોંગ્રેસનો હાથ ઊંચો રાખ્યો હતો.

ગોવાભાઈ દેસાઈ સામાજિક દ્રષ્ટિએ ખુબજ નામના મેળવેલ વ્યક્તિ તરીકે ઓળખાય છે તેમજ તેઓ હાલ ખેતી બેંકમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહી સેવા આપી રહ્યા છે તદઉપરાંત કાતરવા ખાતે અમર જ્યોત હાઈસ્કૂલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી શાળામાં અભ્યાસ કરતી તમામ વિધ્યાર્થીનીઓને ફી માફી આપી એ સૌની ફી જાતે ચૂકવતા હોય છે. ગોવાભાઈ દેસાઈ ડીસા મત વિસ્તારમાં સમાજ સેવાના અનેક કામોમાં અગ્રેસર રહી હંમેશ માટે લોકહિતના કામો કરતા રહે છે જેથી લોકો પણ ગોવાભાઈ દેસાઈને કોંગ્રેસના પ્રબળ દાવેદાર માની તેઓની પડખે ઉભા રહે છે… અને લોક ચર્ચા મુજબ જો કોંગ્રેસ પક્ષ ગોવાભાઈ દેસાઈને ડીસા મત વિસ્તારમાંથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે તો ડીસા વિધાનસભા સીટ કોંગ્રેસ માટે આસાન સાબિત થાય એવી રાજકીય ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here