નર્મદા : આદિવાસીઓના રૂપિયા એન. જી. ઓ. લઈ જાય છે : જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ફાયર ફાઈટરનો બમ્બો હોત તો આદિવાસીઓના મકાનોમાં આગ લાગી ના હોત : બહાદુર વસાવા

ડેડીયાપાડામાં આગ ઓલવવાના બમ્બાની વર્ષોથી માંગ પણ સરકારની આદિવાસીઓ પ્રત્યે ઊદાસીન નીતિ

ગીચડ ગામે આગ લગતા આદિવાસી નેતાઓ પહોંચ્યા પણ ડેડીયાપાડા ખાતે ફાયર બ્રિગેડના બમ્બાની વ્યવસ્થા ક્યારે કરશે ??

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના ગીચડ ગામે લાગેલ ભીષણ આગ માં 9 ગરીબ આદિવાસી ઓના મકાન બળી ને ભષ્મીભૂત થયા હતા, અને તેવો બેઘર બન્યા હતા.આદિવાસી ઓને મદદરૂપ થવા ત્વરિતજ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા સહિત ના અન્ય આગોવાનો દોડી ગયા હતા, અને આર્થિક સહાય કરી સાંત્વના આપી હતી,

શુ આટલા થી આ નેતાઓ ની જવાબદારી પૂર્ણ થઇ જાય છે? જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન બહાદુર વસાવા એ ગીચડ ગામ માં આગ લાગ્યા ના મામલે જણાવ્યું હતું કે જો ડેડીયાપાડા ખાતે ફાયર ફાઈટર નો બમ્બો હોત તો આગ ઉપર નિયંત્રણ લાવિ શકાયું હોત, અને જેટલું નુકસાન થયું તેટલું થયું ન હોત,

બહાદુર વસાવા એ વિશેષ માં જણાવેલ કે ડેડીયાપાડા ખાતે વર્ષો થી બમ્બો મુક્વા ની માંગ છે, પરંતુ આદિવાસી વિસ્તાર માં આવા કામ કરવા સરકાર ના પેટ નું પાણી પણ હલતું નથી. કરોડો ની ગ્રાંટો આવે છે જે N. G. O. વાળા ઓને ફાળવી દેવામાં આવે છે.

નર્મદા અને ભરૂચ જિલ્લા ના બબ્બે સાંસદો છે લોકસભા માં મનસુખ વસાવા અને રાજ્યસભા માં અહેમદ પટેલ આ બન્ને નેતાઓ એ રાજકારણ થી પર રહી આદિવાસી વિસ્તાર માં ફરીવાર આવી ભીષાવન આગ ન લાગે એ માટે સરકાર માં રજુવાત કરી ત્વરિતજ બમ્બા ની વ્યવસ્થા કરવી જોઈએ, સમય ની એજ માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here