ડભોઈ MGVCL કચેરી ખાતે કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રખાતા ખેડૂતોનો હલ્લાબોલ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના ધરમપુરી,વડજ,સીતપુર,બોરિયાદ વગેરે ગામડાઓના ખેડૂતોને સરકાર નિ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રખાતા જી.ઈ.બી ઓફિસ ખાતે હલ્લાબોલ કરી આવેદન પત્ર અપાયું

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત ને લઇ કઈ કેટલીક યોજનાઓ બહાર પાડી છે અને તેમાં ખેડુતોને દિવસે પૂરતી વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના ખેડુતો માટે ખુલ્લી મુકાઈ છે.અને તેનો લાભ ડભોઈ MGVCL કંપની દ્વારા ડભોઈ તાલુકાના અમુક સબસ્ટેશન ના ફિડરો ને અપાય છે.જ્યારે સીતપુર સબસ્ટેશન ફિડરે યોજના નો લાભ ના આપતા દિવસે વીજળી પૂરતી ના મળતા ખેડુતોએ mgvcl કચેરી ખાતે રોષ ઠાલવ્યો હતો.
સાથે ઉપસ્થિત ખેડૂતો એ આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે દિવસે આઠ કલાક માંથી માંડ માંડ ચાર કલાક વીજળી અપાય છે અને ચાર કલાક મેન્ટેનસ માં કાઢતા હોય છે. તેની ફરિયાદ કરવા જતા ખેડૂતોને વસઈ સિધ્ધપુર સબ સ્ટેશનમાંથી ઉદ્ધતાઈ પૂર્વક જવાબ મળતા હોય છે તેને લઇ આજરોજ ધરમપુરી,વડજ,સીતપુર,બોરિયાદ વગેરે ગામના ખેડુતો ડભોઇ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે આવેદન આપવા ગયા હોય ત્યાં પણ કોઈ ઉચ્ચ અધિકારી ન મળતાં કર્મચારીઓ દ્વારા પણ બિન જવાબદારી પૂર્વક જવાબ અપાતા ખેડૂતો રોષે ભરાઈ ધરણા યોજ્યા હતા.
જ્યારે ડભોઇ એમજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઇજનેર ગેરહાજર હોય ઈન્ચાર્જ અધિકારીને આવેદન આપી દિવસે કિસાન સૂર્યોદય યોજના હેઠળ પૂરતી વીજળી આપવા ઉપસ્થિત ખેડૂતોએ ઉગ્ર માંગણી કરી હતી.
સાથે આ માંગણી નહિ સંતોષાય તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષતામાં ઉગ્ર આંદોલન કરવાની અને સરકાર સમક્ષ ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here