ડીસા હાઈવે પરથી રાજસ્થાન જતુ શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું..!

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

શંકાસ્પદ ઘીના છ ડબ્બા જપ્ત કરી સેમ્પલ એફએસએલમાં મોકલાયા..!

ડીસામાં ખાદ્ય ચીજવસ્તુઓ નું મોટાપાયે ડુબ્લીકેટિંગ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જાણીતી બ્રાન્ડેડ કંપની નું મોટા પ્રમાણમાં ડુબ્લીકેટ કરી તેનું વેચાણ કરવામાં આવે છે ત્યારે આજે શંકાસ્પદ ઘીનો જથ્થો ડીસા થી પેકિંગ કરી રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમીના આધારે પોલીસે ડીસા શહેરના હાઈવે ઉપરથી શંકાસ્પદ ઘીના છ ડબ્બા ઝડપી પાડી તેના સેમ્પલ એફએસએલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેર ઉત્તર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ ડોક્ટર હાઉસમાંથી એક ખાનગી વાહન માં શંકાસ્પદ ઘીનો જથ્થો ડીસા થી રાજસ્થાન મોકલવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે તાત્કાલિક ઉત્તર પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતા ગાડીમાંથી શંકાસ્પદ 15 કિલો ઘી ના છ ડબ્બા મળી આવ્યા હતા જેથી પોલીસે તાત્કાલિક ઘીના છ ડબ્બા જપ્ત કરી તેના સેમ્પલ ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી અને ઘીનો જથ્થો મોકલનાર માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની આ કાર્યવાહીથી ડીસાથી નકલી ઘી બનાવી રાજસ્થાન મોકલતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here