સમગ્ર શિક્ષા, શહેરાના કર્મચારીઓની SOP અંતર્ગત ફેબ્રુઆરી માસની બ્લોક મિટિંગ બી.આર.સી.ભવન ખાતે યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સમગ્ર શિક્ષા, શહેરાના કર્મચારીઓની SOP અંતર્ગત ફેબ્રુઆરી માસની બ્લોક મિટિંગ બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાઈ. જેમાં મિટિંગની શરૂઆત કોરોના તેમજ શિક્ષણ વિભાગના કર્મચારીઓના પરિવાર જનોની આત્માને શાંતિ માટે 2 મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમની શરૂઆત ઈશ્વરની સ્તુતિ ૐકાર, સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. ડૉ. કલ્પેશ આર.પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કરી મિટિંગ એજન્ડા મુજબ 83 મુદ્દાઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત ચર્ચા, સમીક્ષા તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં MIS & DATA Operator ની વિવિધ ઓફિસ કામગીરી, Google Document, Spread Sheet, AE & VE ની ડ્રોપ આઉટ બાળકો, વોકેશનલ ટ્રેડ, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, IED વિભાગ અંતર્ગત દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન તેમજ સરકારી વિવિધ લાભો, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત વર્તમાન કામગીરી, Civil Department અંતર્ગત જલ સે નલ યોજના, નવા રીસોર્સ રૂમ, જર્જરિત સેનિટેશન અપડેટ કરવા, Account Department અંતર્ગત ICICI બેંકમાં ખાતા ખોલવા, નિયમિત ટેલીમાં એન્ટ્રી, રોજમેળ, વાઉચરો, તેમજ એજન્ડા વગેરે અપડેટ કરવા, CRC Co. Ordinator ની ડાયરી મુજબ Online શાળા મુલાકાત દરમિયાન તમામ પ્રકારની કામગીરી, Gender ઓડિટ, સ્વ-રક્ષણ તાલીમ, દીકરીઓના શિક્ષણને વધુ પ્રાધાન્ય, DIET & Other Information, ગુણોત્સવ – 2.O ની સમીક્ષા, School Of Excellence, SCE પત્રક, G-SHALA, Microsoft Teams, Diksha link, GIET, FLN, NMMS, શાળા સાલમતી, બુસ્ટર ડોઝ વગેરે સંદર્ભે 10.30 થી 05.00 કલાક સુધી સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન તમામ કર્મચારીઓની કામગીરીની વ્યક્તિ ગત સમીક્ષા કરવામાં આવી હતી. સૌની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. સૌના માટે પોષ્ટિક ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ મિટિંગ દરમિયાન કોવિડ – 19 અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here