નર્મદા જિલ્લામાં સિકલસેલ એનીમીઆથી પિડીત દર્દી કોરોના પોઝિટિવ નિકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના આદિવાસીઓમાં સિકલસેલ એનીમીઆ બિમારી કોરોનાથી પણ વધુ ખતરનાક

વારસામા મળતી આ બિમારીથી જીલ્લામા પિડાતા સેંકડો દર્દીઓ

નર્મદા જિલ્લામા સિકલસેલ એનીમીઆથી પિડીત દર્દી કોરોના પોઝિટિવ નિકળ્યાનો કિસ્સો સહુ પ્રથમ જ વાર પ્રકાશમા આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનીમીઆથી પિડીત દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, વારસાગત ગણાતા આ રોગમા મોટા ભાગે આદિવાસી સમાજના જ લોકો સપડાતા હોય છે, જેમ કોરોના એટલે કે કોવિડ 19 ની બિમારી પોઝિટિવ વયકતિના સંપર્કમા આવવાથી તેમજ અન્ય કારણસર ફેલાય છે તેમ સિકલસેલ એનીમીઆની બિમારી પણ એક સિકલસેલના દર્દીમાથી બીજામા જતી હોય છે. જો સિકલસેલ પિડીત દર્દી કોઈ મહિલાને પરણે તો તેમનાં સંતાનો સિકલસેલની બિમારી સાથે જ પેદા થાય છે. અને દર્દીઓની સંખ્યા વધતી જાય છે.

નર્મદા જિલ્લામા આદિવાસી સમાજ આ બિમારીથી ખૂબજ પિડીત છે. ત્યારે સાગબારા તાલુકાના પૂજારીગઢ ગામનો નરેશભાઈ વસાવા ઉ.વ.33 નાઓનો કે જે સિકલસેલ એનીમીઆથી પિડીત હતો તેના સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ જેમા તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેથી તેને રાજપીપળાની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે .

નર્મદા જિલ્લામા સિકલસેલ એનીમીઆથી પિડીત દર્દી કોરોના પોઝિટિવ નિકળ્યાનો આ પ્રથમ જ બનાવ હોય આરોગ્ય વિભાગની ચિંતામા વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here