ડભોઇ શિક્ષક શરાફી મંડળી દ્વારા ધારાસભ્ય શૈલેશ મહેતાનું સન્માન કરાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરાફી મડળી દ્વારા મંડળીના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઇ

જ્યારે આ અમૃત મહોઉત્સવ માં મુખ્ય મહેમાન તરીકે ડભોઇના લોકલાડીલા અને શિક્ષણ સાથે જોડાયેલા ધારા સભ્ય શ્રી. શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા અને શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન ભાઈ વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ કાર્યક્રમની શરૂઆત ધારા સભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શિક્ષિકાઓ દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી
શિક્ષકો ની શરાફી મંડળીના આગેવાનો દ્વારા ધારા સભ્ય શૈલેષ ભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા નું ચૂંટણી ની બીજી ટર્મમાં જંગી મતોથી ઐતિહાસિક વિજય થવા બદલ સાલ ઓઢાળી ખાસ સમ્માન કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત અતિથિ વિષેસોનુ સન્માન કરાયું હતું.તેમજ મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું અને આવનાર વર્ષ માં જે શિક્ષકો નિવૃત્ત થવાના છે તેઓનું પણ સન્માન કરાયું હતું સાથે સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અશ્વિનભાઈ વકિલે પોતાના પ્રવચનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના કાર્યકાળમાં શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કેટલાક ઇતિહાસ સર્જાયા અને શિક્ષકોને થયેલા ફાયદા અને તેઓની માંગો પૂરી થઈ તેની ઝાંખી કરાવી હતી.
જ્યારે શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં 75 વર્ષથી કોઈપણ વિવાદ વગર ચાલી આવતી મંડળીને બિરદાવી હતી તેમજ મૃત્યુ પામનાર શિક્ષકને આંઠ લાખ ની સહાય અને જે નવલાખ ધિરાણ અપાતું હતું તેની જગ્યાએ દસ લાખ કરાયું તેમજ ગયા વર્ષે 63 લાખ મંડળીને નફો હતો તેની જગાએ આ વર્ષે 73 લાખ નફો થવા બદલ મંડળીની સરાહના કરી મંડળીને બિરદાવી હતી તેમજ મંડળીને માંગણી હતી કે મંડળી ની પોતાની નવી બિલ્ડીંગ બને તેની પણ ધારાસભ્ય એ આજે નગરપાલિકાની સમગ્ર સભામાં નિરાકરણ આવવાનું જણાવ્યું હતું સાથે બિલ્ડીંગનું ખાતમુરત અને લોકાર્પણ કરવાનું પણ જણાવ્યું હતું
આ કાર્યક્રમ માં પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીના પ્રમુખ રણજીતસિંહ પરમાર અને મહામંત્રી જયમીન પટેલ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ નિરવભાઈ પટેલ, નગરપાલિકાના બિરેન શાહ વિશાલ શાહ તેમજ ડભોઇ sbi ના મેનેજર ઉપસ્થિતિ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here