ગુજરાતના ખેડૂતો દેણાદાર ના થાય એવા હેતુસર મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખતા ખેડૂત ભરતસિંહ ઝાલા..

મોરબી,આરીફ દીવાન :-

ગુજરાતમાં વિવિધ આપત્તિ જનક ઘટનાઓમાં ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યા સમાન ઘટનાઓ છાસવારે બનતી હોય છે જેમ કે તાજેતરમાં જ માવઠાના મારથી ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન થયું હોય તેમજ અવારનવાર લીલો દુષ્કાળ સૂકો દુષ્કાળ થવાથી ખેડૂતો દેણા દાર થતા હોય છે જેના પરિણામે ખેડૂતો આત્મહત્યા કે નાસીપાસ થતો હોય જેથી તે ખેડૂતો આત્મા નિર્ભર થાય તેવા હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા ખંભલાવ ગામના ખેડૂત ભરતસિંહ આર ઝાલાએ મુખ્યમંત્રીને સંબોધીને એક પોસ્ટકાર્ડ લખ્યું છે જેમાં તેઓ જણાવે છે કે પાક ધિરાણ લોન માફી સાથે વગર વ્યાજે પાંચ લાખની લોન ધિરાણ કરવા પોસ્ટકાર્ડ લખીને અનોખી જાગૃતતા લાવવાનું પ્રયાસ કર્યો છે અને સોશિયલ મીડિયામાં વિડિયો શેર કરી ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત સર્વે ગુજરાતના ખેડૂતો ને દરેક ગ્રામ્ય વિસ્તારથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવા અપીલ કરી છે ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ચિંતક અંતર્ગત કોઈ રાજકીય નેતાઓ ન હોવાના કારણે ખેડૂતોને મૂળભૂત હક હિત અધિકાર માટે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય પણ નિષ્ફળ રહ્યા હોય તેવા વર્તમાનપત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થતા હોય છે દેશના વડાપ્રધાન દેશના નાગરિકોને આત્મા નિર્ભર થવા માટે વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં શરૂ કરી છે તેમાં ખેડૂત ચિંતક યોજના અંતર્ગત લોન પાંચ લાખ વગર વ્યાજે ખેડૂતોને મળે અને દેણાદાર મુક્ત ખેડૂત થાય તેવા પ્રયાસો અંતર્ગત ખેડૂત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ખંભલાવ ગામના ખેડૂત ભરતસિંહ ઝાલાએ પોસ્ટકાર્ડ લખ્યું છે જે હાલ અમદાવાદ રહે છે જેથી તેઓએ અમદાવાદથી પોસ્ટકાર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પાઠવી જય ગણેશ કરી દીધા છે તે તસવીરમાં દ્રશ્ય દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here