ડભોઇ બી.આર.સી ભવન ખાતે “લાયન્સ કલબ દ્વારા દિવ્યાંગ છોકરાઓનો માપણી કાર્યક્રમ યોજાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ બી.આર.સી ભવન ખાતે ડભોઇ, સિનોર અને કરજણ તાલુકાના દિવ્યાંગ છોકરાઓનો માપણી કાર્યક્રમ ડભોઇ લાયન્સ કલબ દ્વારા યોજવામાં આવ્યો હતો.જેમાં જે છોકરાઓ સાંભળી શકતા નથી દેખી શકતા નથી કે ચાલી શકતા નથી એવા છોકરાઓ ને લાયન્સ કલબ ત્રીટૂત્રીએફ વનદ્વારા ફેબ્રુઆરી મહિનામાં આ દિવ્યાંગ છોકરાઓને તેમની જરૂરિયાત મુજબના સાધન સામગ્રી આપવામાં આવશે જેથી આજરોજ આશરે ૪૫૦ જેટલા બાળકો નું માપણી કરણ કાર્યક્રમ યોજી બાળકો તેમજ તેમના સાથી, વડીલો અને વાલીઓને માપણી કર્યા બાદ સુરૂચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા દિવ્યાંગ છોકરાઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના આશયથી લાયન્સ કલબ દ્વારા એક આગવું કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ અંકુર પટેલ, બંકિમ ભાઈ ,કલ્પેશ ભાઈ પટેલ જેવા અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here