શહેરા : બોરીયાવી ગામમાં દારૂનો ધંધો કરતો બુટલેગર પોલીસના હાથે ઝડપાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

શહેરાના બોરીયાવી ગામમાં અમુક બુટલેગર દારૂનો ધંધો કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહયા છે. સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ગામ માં મોટા પાયે દારૂ નુ વેચાણ થઈ રહયુ હોવાની માહિતી ખાનગી રાહે મળી હતી.બાતમી ને હકીકત ગણીને પોલીસે બોરીયાવી ગામ માં શના ભેમા ડાભીના રહેણાંક ઘરમાં રેડ પાડતા દારૂની એક પેટીમા પ્લાસ્ટિક ના 44 નંગ કવોટરિયા 180 મિલી ના મળી આવ્યા હતા.પોલીસ ને જોતા બુટલેગર ભાગવા જતા તે જમીન પર પડી જતા તે પકડાઈ ગયો હતો. પોલીસે રૂપિયા 4400ના દારૂ સાથે પકડી પાડેલ દારૂના આરોપીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.જ્યારે દારૂ સાથે પકડી પાડેલ શના ડાભીના પરીવારજનો એ પોલીસ એ મારમાર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથક ખાતે આરોપી ઉભો પણ રહી શકતો ના હતો.પોલીસ મથક ખાતે ઇમરજન્સી 108 દ્વારા દારૂ સાથે પકડાઈ ગયેલા આરોપી શના ડાભી ને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામા આવ્યા હતો.આરોપીના પરીવારજનો ના આંખ મા આંસુ સાથે પોલીસ સામે આક્રોશ પણ જોવા મળી રહયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here