ડભોઇ તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ (વકીલ)ની ઉપસ્થિતિમાં ટેલિફોન હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

જિલ્લા પંચાયતનો નૂતન અભિગમ-હવે ઘરે બેઠા થશે આપણી સમસ્યાનું નિરાકરણ ન સૂત્ર સાથે

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત માં સૌ પ્રથમ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, તેમજ ગ્રામપંચાયત ને લગતા પ્રશ્નો ની રજુઆત કરવા પ્રજા ને પંચાયત ઓફીસ સુધી આવવુ ન પડે માટે રાજુઆતકર્તા ટેલિફોન દ્વારા પોતાની રજુઆત જિલ્લા,તાલુકા તેમજ ગ્રામપંચાયત ને કરી શકે તે માટે ટેલિફોન હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલ ટેલિફોન નંબર 0265-2438110 પર રજુઆત કર્તા સવારે 10.30 થી સાંજ ના 6 વાગ્યા સુધી રજુઆત કરી શકે છે.અને આ રજુઆત કરનાર ને ફરિયાદ નંબર આપવામાં આવશે જેથી તેઓની રજુઆત નું જવાબ કેટલા દિવસ માં મળશે તે ફરિયાદ નંબર ના આધારે રજુઆતકર્તા ની રજુઆત નું સ્ટેટસ જાણી શકાશે. અને જો ફરિયાદમાં ઈમેલ નંબર એડ કરવામાં આવશે તો તેની જાણ ઈ મેલ ઉપર પણ કરવામાં આવશે.લેન્ડલાઈન પર કરેલ રજુઆત સીધી જ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચશે ત્યાર બાદ રજુઆત ને જે તે વિભાગ માં મોકલવામાં આવશે તથા દર સોમવારે અને ગુરુવારે પંચાયત ના તમામ હોદ્દેદરો ફરિયાદ તેમજ રજુઆત ને ધ્યાન પૂર્વક જોસે અને તેનું નિરાકરણ લાવવા પૂરતા પ્રયત્ન કરશે.ગુજરાત ની સૌપ્રથમ લેન્ડલાઈન ફરિયાદ કેન્દ્ર શરૂ કરવા નો હેતુ એ છે કે છેવાળા ના વ્યક્તિ ને પણ કોઈ કામ હોય તો તેને જિલ્લા,તાલુકા,કે ગ્રામ પંચાયત સુધી જવાની જરૂર નથી અને તે પોતાની રજુઆત ફક્ત એક ફોન કરી ને તંત્ર સુધી પહોંચાડી શકે છે.અને પ્રજા માટે ઘેર બેઠા સમસ્યા નું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ) કાયાવરોહણ ગામના સરપંચનિરવપટેલ ,તેમજ ડભોઇ તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિક્રાંત પટેલ, અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here