પંચમહાલ : શહેરા તાલુકાના કવાલી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ખેતરમાં ડાંગરના ઘાસના ગંજી નીચે સંતાડી રાખેલો ૨ લાખ ૪૦ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર અને ખેતરમાં સંતાડવામાં મદદરૂપ થનાર બંને આરોપીઓ ફરાર

એક બાજુ કોરોનાની મહામારી અને બીજી બાજુ બુટલેગરો બેફામ બન્યા છે વિદેશી દારૂના રસિયાઓને ઉંચા ભાવે દારૂ વેચી તગડો નફો મેળવવા માટે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે ગુરુવારના રોજ શહેરાના પી આઈ નંદલાલ પ્રજાપતિ રાત્રી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કવાલી ગામનો બુટલેગર બકા દેવાભાઈ પટેલિયાએ તેના મળતીયા દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનાજ ગામના ભોપત લક્ષ્મણ બારીઆ ખેતરમાં ડાંગરના ઘાસના ગંજી નીચે છુપાવી રાખેલો છે આથી પોલીસ કર્મીઓ એ એસ આઈ મહેન્દ્રસિંહ સાબતસિંહ, રણજીતસિંહ,પો કો મુકેશ રામાંભાઈ,વિજય વિક્રમસિંહ,જશવંતસિંહ અખમસિંહ અને દિલીપ રાવજીભાઈ બતાવેલ સ્થળે પહોંચી જઈ બાતમીવાળી જગ્યાએ જોતા એક ખેતરમાં ડાંગરના ઘાસના ગંજી અસ્તવ્યસ્ત નજરે પડતા તેમાં તપાસ કરતા નીચેથી ખાખી પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેને ખોલીને જોતા પ્લાસ્ટીકના કવાર્ટરિયા મળી આવ્યા હતા અને બોક્સ બહાર કાઢી ગણી જોતા એક પેટીમાં ૪૮ નંગ લેખે ૫૦ પેટીમાં મળી કુલ ૨૪૦૦ ક્વાર્ટરિયા નંગ કુલ કિંમત રૂ. ૨ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જો કે પોલીસની રેઇડ દરમિયાન બુટલેગર બકો દેવાભાઈ પટેલિયા અને દારૂ સંતાડવામાં પોતાનું ખેતર આપી મદદરૂપ થનાર ભોપત લક્ષ્મણ બારીઆ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.પોલીસની રેઇડ દરમિયાન આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા શહેરા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે ફરાર બંને આરોપીઓને પકડી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.અને આ દારૂ ક્યાંથી આવ્યો તે દિશામાં પણ ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here