ડભોઇ- દર્ભાવતિમાં આશાપુરી મંદિરે આરતીનો મોટી સંખ્યામાં લાભ લેતા ભક્તજનો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલ આશાપુરી મંદિર ખાતે નવરાત્રિના પહેલા જ દિવસથી આરતીનું મોટી સંખ્યામાં લાભ લઇ ધન્યતા અનુભવતા નગરજનો

દર્ભાવતિ નગરી એ એક પ્રાચીન ઈતિહાસ અને ધર્મ સંસ્કારી નગરી થી પ્રખ્યાત અને જાણીતી છે એ જ્યારે આ નગરીમાં અનેક અતિ પ્રાચીન મંદિરો પણ આવેલા છે જે પૈકી મહુડી ભાગોળ સમીપ આવેલ સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન આશાપુરી માતાજીનું મંદિર આવેલ છે જે મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી નવ દિવસ સુધી આરતીનું આયોજન કરાય છે.
નવરાત્રીના દિવસોમાં માતાની પ્રતિમા અને અને સંપૂર્ણ મંદિરને સોળેસાજે શણગાર કરવામાં આવે છે જ્યારે સાંજ સવાર મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે સાથે અતિ પ્રાચીન મંદિર ખાતે ભક્તો દ્વારા માનતા મુરાદો રાખવામાં આવે છે અને તે પણ પરીપૂર્ણ થતા પણ જોવા મળે છે તેને લઇ શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિર ખાતે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે.
આસ્થાના અને વિશ્ર્વાસના પ્રતિક સમાન આશાપુરી મંદિર ખાતે નવરાત્રીના અવસરે નાના-મોટા યુવાનો બાળકોને વૃદ્ધાઓ સહિત દરેક શ્રદ્ધાળુઓ દ્વારા સવાર-સાંજ આરતી કરી માના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવે છે સાથે આ મંદિરે નવરાત્રીના નવ દિવસ સુધી માતાજી ની અસીમ કૃપાથી ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here