પ્રતિબંધિત નાર્કોટીક્સ મેફેડ્રોન (M.D.) ડ્રગ્સના કિં.રૂા. ૧૧,૭૫,૭૦૦/- ના જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડી આંતર રાજ્ય નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરતી ડીસા રૂરલ પોલીસ

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા કંસારી ગામ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન કંસારી ટોલનાકા તરફથી આવતી એક સફેદ કલરની i10  કારને હાથ વડે રોકવા ઇશારો કરતા કાર ચાલકે પોતાની કાર રોકેલ ન હોય તેનો પીછો કરતા ટેટોડા ગૌશાળા પાસે આવતા તે કારનું આગળનું ડ્રાઇવર  સાઇડનું ટાયર ફાટી જતા તે કાર થોભાવી તેમાં બેસેલ ચારે ઇસમો કારમાંથી ઉતરી નાસેલ હોય તેઓ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ તેઓની પાછળ દોડી પકડી પાડેલ પરંતુ પકડાયેલ ઇસમો સ્થાનિક જગ્યાએ કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય તેઓને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરતા આરોપીઓએ ગાડીમાં મેફેડ્રોન (M.D.) ડ્રગ્સ હોવાની હકિકત ઉજાગર કરેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી નાઓને જાણ કરતા તેઓશ્રીએ ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી શુસીલ અગ્રવાલ સાહેબશ્રીને સદરહું બાબતે જાણ કરતા તેઓશ્રીએ સદરહું ચોક્કસાઇ પૂર્વક અને સચોટ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ આરોપીઓના કબ્જાની Hyundai કંપનીની  i10 મોડલની સફેદ કલરની કાર નંબર : DL10CS6255, કિં.રૂા. ૩,૦૦,૦૦૦/- વાળી માંથી *પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ જેનું ચોખ્ખુ વજન ૧૧૭.૫૭૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કુલ કિંમત રૂ.૧૧,૭૫,૭૦૦/-* તથા આરોપીઓના આધાર-પુરાવાની કલર ઝેરોક્ષ-૨, કિ.રૂ. ૦૦/- તથા એક DELL LATITUDE/D530 મોડલનું લેપટોપ તથા ચાર્જર કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂા.૧૦૩૦/- મોબાઇલ ફોન નંગ- ૪, કિં.રૂા. ૨૦,૦૦૦/- તથા ગાડીની આર.સી. બુકની કલર ઝેરોક્ષ કિ.રૂ.૦૦/૦૦ એમ *કુલ કિ.રૂ. ૧૫,૧૧,૭૩૦/-* નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ચારેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી  ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ જે ગુન્હા કામે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી શુસીલ અગ્રવાલ સાહેબ નાઓએ સચોટ, સુયોગ્ય તપાસ કરી સદરહું ગુન્હા કામે સંડોવાયેલ સમગ્ર ગીરોહ (ગ્રપ)નો પર્દાફાશ કરવા કડક સુચના કરેલ હોય આ કામે  આગળની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ* :-
(૧) ભવરલાલ ભગવાનરામ જાટ રહે.ટામ્પી તા.ચિતલવાણા જી.જાલોર (રાજસ્થાન)
(૨) રતનલાલ પ્રેમારામ નાઇ રહે.ડાવલ તા.ચિતલવાણા જી.જાલોર (રાજસ્થાન)
(૩) હનુમાનરામ જુજારામ જાટ રહે.ભીમથલ તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન)
(૪) હનુમાનરામ ભવરારામ જાટ રહે.ભીમથલ તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન)

આ કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી સાહેબ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિષ્ણુભાઇ રાયમલભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ જગમાલભાઇ, વિજયસિંંહ સોમસિંહ, મુકેશભાઇ કાશીરામભાઇ, મધુસુદનસિંહ અનોપસિંહ તથા રાઇટર સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ વાલાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ દેવજીભાઇ, રોહિતકુમાર ઇશ્વરલાલ વિગેરે નાઓ રોકાયેલ હતા તેમજ *એસ.ઓ.જી, બનાસકાંંઠા-પાલનપુરના હેડ કોન્સ. વનરાજસિંહ નવલસિંહ તથા ગીરીશભારથી ગલબાભારથી નાઓ તેઓની મદદમાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here