ડભોઇ જામા મસ્જિદ ખાતે ઇદે મિલાદુન નબી પર્વને લઈ મુસ્લિમ આગેવાનોની મિટિંગ યોજાઈ…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

તા 9 ઓક્ટોબરે ઉજવવામાં આવનાર ઈદે મિલાદુન નબી પર્વને લઈ આગોતરા આયોજન અને તકેદારીના પગલા રૂપે ઈદે મિલાદ કમિટીના પ્રમુખ ઇબ્રાહમભાઈ ખત્રી ની અધ્યક્ષતામાં નગરના સમસ્ત મુસ્લિમ આગેવાનો સાથે ડભોઇ જામા મસ્જિદ ખાતે વિવિધ મુદ્દાઓને લઈ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર ઈદે મિલાદુન નબી સલલ્લાહો અલય્હે વસલ્લમ ઉજવવામાં આવનાર છે જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકત્રિત થઈ હર્ષો ઉલ્લાસ સાથે નગરમાં જુલુસ કાઢવામાં આવે છે જેને લઇ નગરના દરેક વિસ્તારમાં જુલૂસ માં આવેલ લોકોને લીધે પાણી છાશ ઠંડા પીણા વગેરે ન્યાજની વ્યવસ્થા દરેક વિસ્તાર માં કરવામાં આવે છે જ્યારે જુલુસ અને જુલુસમાં થતી વ્યવસ્થા ના આગોતરા આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરી જુલુસ નક્કી કરેલ ટાઈમ સર કાઢવો મુસ્લિમ મહિલાઓએ એ જુલુસમાં જોડાવું નહીં દારૂખાના ફટાકડા ની આતસબાજી ન કરવી પોતાના વિસ્તારના જુલુસમાં વિસ્તારના આગેવાનોએ હાજર રહેવું જુલુસમાં સ્વચ્છતા જાળવવી જુલુસમાં નાના બાળકોનું પૂરતું ધ્યાન રાખવું અને ખાસ કરીને ટેમ્પો રીક્ષા છગડા વગેરે પર લગાવેલા મુસ્લિમ બેનરોની બેઅદબી ન થાય તેનો ખાસ ધ્યાન રાખવા મુસ્લિમ આગેવાનોને ખાસ અપીલ કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી તકેદારીના પગલાં રૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇદે મિલાદ કમિટીના પ્રમુખ ઇબ્રાહીમભાઇ ખત્રી,સૈયદ મુજ્જુ બાપુ તેમજ ડભોઈ નગર વિસ્તારના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા.સરફરાઝ પઠાણ.ડભોઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here