ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઇસ્કુલ ખાતે પંચમહાલ જિલ્લામાં પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

ગત તારીખ 26 9 2022 ના રોજ ગોધરાની ઘી ઈકબાલ યુનિયન હાઇસ્કુલ ખાતે જિલ્લાના પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ આયોજન અંતર્ગત શાળામાં સેવા આપતા મનોવિજ્ઞાનના શિક્ષક અનિસ ઉમરજીએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઉછાળા મારી રહેલા કૌશલ્યને ઉજાગર કરવાનો એક અદભુત પ્રયાસ કર્યો હતો અને તેઓનો આ પ્રયાસ સરળ અને સફળ પણ સાબિત થયો હતો..

પ્રવર્તમાન સમયમાં દેશ સહિત સમસ્ત વિશ્વ વિજ્ઞાનના દોરી સંચારે આત્યાધુનિક આવિષ્કારો કરવા થનગની રહ્યું છે, વિશ્વ ફલક પર રોજબરોજ અવનવા સંશોધનોની ચર્ચાઓ સંભળાઈ રહી છે, આવા મોર્ડન સમય સાથે ખભેથી ખભો મેળવી પોતાના કૌશલ્યને ઉજાગર કરવા ગોધરા શહેરની ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલના વિદ્યાર્થીઓ પણ કાગડોળે રાહ તાકી રહ્યા હતા.. જેથી તેઓમાં છુપાયેલી પ્રતિભાને ભાળી જઈ શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક અનિસ ઉમરજીએ શાળાના આચાર્ય સહિત સહસાથી શિક્ષકોની મદદે જિલ્લામાં પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું…

આયોજિત મનોવિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક જે કે પરમાર સહીત વિવિધ શાળાઓના આચાર્ય હાજર રહ્યા હતા વડોદરા ખાતેથી એમ.ઈ.એસ.બોઇઝ હાઈસ્કૂલના મનોવિજ્ઞાન વિષયના શિક્ષિકા મુશરત મેડમ તેમજ ગર્લ્સ હાઇસ્કૂલના મનોવિજ્ઞાન વિષયના શિક્ષક એઝાઝ પટેલ અને હાજી જી યુ હાઇસ્કુલ લુણાવાડાના આચાર્ય તેમજ મનોવિજ્ઞાન વિષયના શિક્ષક બુરહાન શેખએ નિર્ણાયક તરીકેની સુંદર ભૂમિકા ભજવી હતી આ મનોવિજ્ઞાન મેળામાં 24 જેટલા મોડેલ્સ અને પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,

શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક અનીસ ઉંમરજીના નેજા હેઠળ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપરવાઈઝર પટેલ સાહેબ અને શિક્ષકો મદદરૂપ થયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના શિક્ષકો અને બહાર ગામની શાળાઓ તેમજ ગોધરાની શાળામાંથી મદદરૂપ થનાર શિક્ષકો અને સ્ટાફગણનો શાળાના આચાર્ય સાદિક શેખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોધરા શહેર સહીત જિલ્લામાંથી ઘણીબધી શાળાના વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન મેળાના પ્રોજેક્ટને નિહાળ્યો હતો આ કાર્યક્રમને અંતે પંચમહાલ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here