જાયન્ટસ ગ્રૂપ ઓફ રાજપીપળાના દત્તાબેન ગાંધી ની જાયન્ટ્સ ઇન્ટર નેશનલ ફેડરેશનમાં ઉપપ્રમુખ પદે નિયુક્તિ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જાયન્ટ્સ ગ્રૂપ ઓફ રાજપીપલાના મહિલા સભ્ય દત્તાબેન ગાંધી ની જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન (જાયન્ટ્સ ઇન્ટરનેશનલ) ફેડરેશન 3 A માં 2024 ના વર્ષ માટે ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A જેમાં ખંભાત થી લઇ વાપી સુધીના તમામ ગ્રૂપો આવે છે.જાયન્ટ્સ ની સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારવા માટે દત્તાબેન ને આ પદ ભાર મળ્યો છે તે રાજપીપલા જાયન્ટ્સ અને રાજપીપલા શહેર માટે ગર્વની વાત છે. દત્તા બેન ગાંધી a rajpipka નગર મા અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, રાજપીપળા નગરપાલીકા ના સદસ્ય સહિત નાગરીક બેન્ક રાજપીપળા, મહિલા મંડળ માં પોતાની સેવાકિય પ્રવૃત્તિઓ ને અંજામ આપ્યું છે. તેમની આ નિયુક્તિ થી નગરજનો ની સેવા મા જરૂર વૃધ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here