જબુગામ ખાતે રેતી ભરવા આવેલ ડમ્પરના ચાલકે એકીસાથે આઠ જેટલા વીજપોલ તોડી પાડતાં ગામમાં અંધારપટ છવાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામ ખાતે રેતી ભરવા આવેલ ડમ્પરના ચાલકે અકસ્માત સર્જાયો હતો અને જીવંત તાર સાથેના એકીસાથે આઠ જેટલા વીજપોલ તુટી પડયા હતા જેના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી જેના કારણે વીજતંત્રને પણ મોટું નુક્સાન થયું છે વીજ થાંભલા ધરાશાયી થતાં જબુગામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો હતો ડમ્પરના ચાલક સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જબુગામ પંથકમાં રેતીની લીઝો શરૂ થતાં જ સફેદ રેતીનો કારોબાર પણ શરૂ થતાં જ થોકબંધ ટ્રકો, ડમ્પરોના ચાલકો બેફામ બની રેતીની લીઝના ચીલામા વહેલાં પહોંચવાની લ્હાયમાં હંકારતા હોય છે ત્યારે ગતરોજ સાંજના ચારેક વાગ્યે જબુગામ સ્મશાન તરફ જવાના રસ્તા પર રેતી ભરવા આવેલ ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે હંકારી ચાલુ ડમ્પરે હાઇડ્રોલિક કરી દેતા ડમ્પરનુ ટ્રેઈલર ઉંચુ થઈ જતાં જીવંત વીજ વાયરને અડીજતા અકસ્માત સર્જાયો હતો જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો જબુગામ રેતીની લીઝના ચીલામાથી પસાર થતા પંચાયતના ગૌચરની જમીનના ગેરકાયદેસર રસ્તા તરફ જતા પસાર થતા તેના ડમ્પર સાથે MGVCLના વીજ તાર ભરાઈ જવાથી વીજપોલ તાર સાથે ખેંચાયો હતો ત્યાર પછી એક સાથે કુલ આઠ વીજપોલ જમીન દોસ્ત થયા હતા અને વીજ વાયર તુટીને નીચે પડી ગયા હતા વીજ કનેકશનના અનેક વાયરો ધરાવતા વીજપોલના પડવાની સાથે લોકોના જીવ પડીકે બંધાયા હતા અને કલાકો સુધી વીજળી બંધ રહેતા લોકોને અંધારા ઉલેચવા સાથે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
આ અકસ્માતના બનાવની જાણ થતાં વીજતંત્ર પણ દોડતું થયું હતું અને સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો સદભાગ્યે આ સમયે અન્ય કોઈ વાહન કે ટ્રક પસાર થતુ ન હોવાથી જાનહાનિ ટળી હતી તંત્ર દ્વારા વીજ લાઈનની સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી જોકે વીજતંત્ર દ્વારા ટ્રક ચાલક વિરૂધ્ધ જાણવા જોગ ફરીયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here