કલારાણીની એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામ પાસે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના અધ્યાપકોએ વિવિધ ચાર્ટ ઘ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓ ઘ્વારા માનસિક સ્વાસ્થ્ય પર તૈયાર કરવામાં આવેલ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આર્ટસ વિભાગના પ્રિન્સિપાલ રેખાબેન,મનોવિજ્ઞાન વિભાગના હેડ અધ્યાપક પંકજભાઈ વાઘેલા,અધ્યાપક જ્યોતિકાબેન, MSW કોર્ડીનેટર વિક્રમભાઈ,કોલેજના ડિરેક્ટર શોભનાબેન રાઠવા સહીત અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આમ કલારાણી સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here