છોટાઉદેપુર : રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખડખડ ગામેથી કિ.રૂ.૯૬,૬૦૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ખાડલીયા ફળીયા ખડખડ ગામે રહેતા રાયસીંગભાઇ દેવલાભાઇ રાઠવા નાઓના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જઇ પ્રોહી અંગે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુ.કિ.રૂ.૯૬,૬૦૦/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે. > કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૫૬
४.३.७५.५००/- > પકડાયેલ આરોપીઃ-> રાયસીંગભાઇ દેવલાભાઇ રાઠવા રહે.ખડખડ તા.જી.છોટાઉદેપુર > પકડવાનો બાકી ઇસમ:-
મહેન્દ્રભાઇ રસીકભાઇ રાઠવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here